ETV Bharat / state

રાજકોટમાં છરીની અણીએ લૂંટતા ઈસમો ઝડપાયા - Gujarati news

રાજકોટઃ શહેરમાં અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના વતની વિદ્યાર્થીને 2 અજાણ્યા ઈસમો દ્વારા છરીની અણીએ ધાક ધમકી આપી લૂંટી લેવાયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 5:02 PM IST

રાજકોટમાં અભ્યાસ માટે આવેલા મૂળ અમરેલી જિલ્લાના શ્યામ મોર નામના વિદ્યાર્થીને 2 અજાણ્યા ઈસમોએ છરી બતાવીને સોનાની વીંટી અને રોકડ રૂપિયા એમ કુલ 20,000 જેટલા મુદામાલની લૂંટ ચલાવી હતી. આવી જ રીતે પ્રિન્સ સેખલીયા નામના વિદ્યાર્થીને પણ અજાણ્યા ઈસમોએ છરી બતાવીને ધાકધમકી આપીને તેણે પહેરેલા સોનાની લકી તેમજ 2 વીંટી સહિત રોકડ રૂપિયા મળીને કુલ 1 લાખ જેટલી વસ્તુઓની લૂંટ ચલાવી હતી.

બંને ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે 4 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. આવી રીતે રાજકોટના હરિદ્વાર હાઇટ્સમાં રહેતા 1 વિદ્યાર્થીને પણ અજાણ્યા શખ્સોએ છરી બતાવીને ધાકધમકી આપી લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ નોંધતા રાજકોટની તાલુકા પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ધ્રુવરાજસિંહ ગોહિલ, સુનિલ રાઠોડ, અભય સિંધપુરા અને રાજદીપ ડાંગર નામના ઇસમોને પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડ્યા હતા. આ ઇસમોમાંથી રાજદીપ નામના ઇસમની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ કેટલાક ગુનાઓ વિશેની માહિતી મળી શકે તેવી શકયતાઓ છે.

રાજકોટમાંને ધાકધમકી આપી સ્ટુડન્ટસને છરીની અણીએ લૂંટતા ઈસમો ઝડપાયા

રાજકોટઃ રાજકોટમાં અભ્યાસ અર્થે હોસ્ટેલમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના વતનીએ એવા એક વિદ્યાર્થીને બે અજાણ્યા ઈસમો દ્વારા છરીની અણીએ ધાક ધમકી આપી લૂંટી લેવાયો હતો. આવી જ રીતે રાજકોટના હરિદ્વાર હાઇટ્સમાં રહેતા એક વિદ્યાર્થીને પણ અજાણ્યા શખ્સોએ છરી બતાવીને ધાકધમકી આપી લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ નોંધતા રાજકોટની તાલુકા પોલિસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે.

રાજકોટમાં અભ્યાસ અર્થે આવેલ મૂળ અમરેલી જિલ્લાના શ્યામ મનશુખભાઈ મોર નામના વિદ્યાર્થીને બે અજાણ્યા ઈસમોએ છરી બતાવીને સોનાની વીંટી અને રોકડ રૂપિયા એમ કુલ 20 હજાર જેટલા મુદામાલની લૂંટ ચલાવી હતી. જ્યારે આવી જ રીતે પ્રિન્સ જીતુભાઇ સેખલીયા નામના વિદ્યાર્થીને પણ અજાણ્યા ઈસમોએ છરી બતાવીને ધાકધમકી આપીને તેને પહેરેલી સોનાની લકી તેમજ વે વીંટી સહિત રોકડ રૂપિયા એમ મળીને કુલ એક લાખ જેટલી કઈંટની વસ્તુઓનો લૂંટ ચલાવી હતી. આ બન્ને ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે ચાર જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, સુનિલ નવીનભાઈ રાઠોડ, અભય હસમુખભાઈ સિંધપુરા અને રાજદીપ ઉકભાઈ ડાંગર નામના ઇસમોને પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડ્યા છે. આ ઇસમોમાંથી એક રાજદીપની પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ છે. જેમ વધુ કેટલાક ગુન્હાઓ ડિટેકત થવાની શકયતાઓ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.