રાજકોટઃ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તેની અમલવારી અર્થે કોઈપણ મજૂર વર્ગને રાજકોટ શહેરની બહાર જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
આ સાથે જ બે દિવસ પહેલા કેટલાક દૃશ્યો સામે આવ્યા હતા કે, જેમાં પરપ્રાંતિય મજૂરો કામ ન હોવાના કારણે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. જેને લઈને રાજકોટ પોલીસે તેમને અહી જ રહેવા સમજાવ્યા છે અને તેમની જમવાની વ્યવસ્થા પણ રાજકોટ પોલીસે જુદી જુદી સંસ્થાઓની મદદથી કરી છે.ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રોજનું 15000 વ્યક્તિઓનું જમવાનું બની શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.