રાજકોટ: રાજકોટના વોર્ડ નંબર 9 ના સ્થાનિકો મોટી સંખ્યામાં કોર્પોરેશન ખાતે રજૂઆત માટે દોડી આવ્યા હતા. જેમની રજૂઆત હતી કે, તેમના વિસ્તારમાં આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા ટીપર વાન પાર્કિંગ અને વોશિંગ ઝોન તૈયાર થવાના છે. એ બીજા સ્થળે શરૂ કરવામાં આવે. જ્યારે ટીપર વાનનું પાર્કિંગ અને વોશિંગના સ્થળ માટે એમનો વિસ્તાર પસંદ કરાયો છે. જેના કારણે વિસ્તારમાં ગંદકી ફેલાશે. જ્યારે આ વિસ્તારમાં આસપાસમાં મોટાભાગની સ્કૂલ આવેલી છે. જેને લઇને બાળકોના પણ સ્વાસ્થ્ય અને લઈને સવાલો ઊભા થશે. કોર્પોરેશન આ ટીપરવાન પાર્કિંગ અને વોશિંગ અન્ય સ્થળે બનાવે તેવી સ્થાનિકોએ રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો Rajkot News : રાજકોટ જામનગર હાઇવે પર જીવલેણ અકસ્માત, ચાર લોકોના મોત
30 જેટલી સોસાયટીઓઃ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા રૂપેશભાઈ પાલધાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર વોર્ડ નંબર 9 માં આવેલો છે. જ્યારે કોર્પોરેશન દ્વારા અમારા વિસ્તારમાં આગામી દિવસોમાં ટીપર વાન પાર્કિંગ અને વોશિંગનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. વિસ્તારમાં અંદાજે 15000 કરતાં વધુ લોકો રહે છે. જ્યારે આસપાસ માં ઘણી બધી સ્કૂલ પણ આવેલી છે. આ પ્રકારના પ્રોજેક્ટના કારણે અમારા વિસ્તારમાં ગંદકી પણ થશે. વિસ્તારમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે અનેક પ્રશ્નો ઊભા થશે. જેને લઈને આ પ્રોજેક્ટને રોકવા માટે અમે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત માટે આવ્યા છીએ.
આ પણ વાંચો Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો
આંદોલનની ચીમકી ઉચ્ચારી: સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અંદાજે 30 જેટલી અલગ અલગ સોસાયટી આવેલી છે. જ્યાં મોટાભાગે લોકો વસે છે. એવામાં ટીપરવાન વોશિંગ અને પાર્કિંગનો પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં બનશે તો અમારા વિસ્તારમાં અતિ દુર્ગંધ ફેલાશે. જ્યારે રોગચાળો પણ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે. જેને લઈને તાત્કાલિક કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટને રોકવામાં આવે. સ્થાનિકોએ કહ્યું કે, જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે. તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટ મનપા કમિશનર કચેરી ખાતે આ વિસ્તારના લોકો હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા કરતા રજૂઆત માટે દોડી આવ્યા હતા.