રાજકોટઃ હાલમાં વિવિધ શૈક્ષણિક સંસ્થઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. એવામાં રાજકોટમાં મોટા પ્રમાણમાં વાલીઓ વિવિધ સર્ટિફિકેટ અને આવકના દાખલા કઢાવવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટની જૂની મામલતદાર કચેરીમાં અરજદારોને સર્ટીફીકેટ મામલે ધરમના ધક્કા થયા તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
ધક્કા થયા અરજદારોનેઃ ખાસ આવકના દાખલા અને વિધવા પેન્શનનો દાખલો કઢાવવા આવેલ લોકોને ફોર્મમાં બે સાક્ષીની ફરજિયાત સહિનો નિયમ આવતા ઓફિસે આવતા અરજદારોને ધરમનો ધક્કો થયો હતો. સવારના વહેલા આવીને લાઈનમાં ઊભા રહેલા અરજદારોને ફોર્મમાં સાક્ષીની સહી નહીં હોવાના કારણે દાખલા નીકળ્યા ન હતા. જેના કારણે તેમને સરકાર પાસે આ ફોર્મ ભરવાના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી કરી છે.
સાક્ષીનો પ્રશ્નઃ મામતદાર કચેરીએ આવેલા વિધવા પેન્શન અંગેનો દાખલો કઢાવવા આવેલ વૃદ્ધાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે અહીંયા દાખલો કઢાવવા માટે આવ્યા છીએ. અમને એમ કહેવામાં આવે છે કે, સાક્ષી લઈને આવો અમે હવે સાક્ષી ક્યાં લેવા જઈએ. જ્યારે અમારા ઘરમાં કોઈ પુરુષ નથી અને ઘરવાળા અવસાન પામી ગયા છે. જેના કારણે અમે સરકાર પાસે આવ્યા ત્યારે સરકાર દ્વારા અમને હેરાન કરવામાં આવે છે તો હવે ક્યાં જઈએ.
ધક્કા બંધ કરાવોઃ જ્યારે સરકારે આ બધું બંધ કરી દેવું જોઈએ. જેના કારણે અમારે ઓફિસના ધક્કા બંધ થાય, અમારા ઘરમાં હું એક જ છું અને સવારની અહીંયા મામલતદાર ઓફસે હેરાન થાવ છું. મારે દાખલો કઢાવવો છે. ઓફિસમાંથી આ દાખલો કાઢી આપવામાં આવતો નથી, જ્યારે અમે ભણેલા પણ નથી. ત્યારે અમારે હવે જવું તો ક્યાં જવું. અરજદાર વિજયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સવારથી અહીંયા આવ્યો છું અને મે આવકના દાખલા માટેનું ફોર્મ ભરીને આપ્યું છે.
ફોર્મ પાછું આવ્યુુંઃ આ ફોર્મ ઓફિસમાંથી પાછું આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે બે સાક્ષી લઈને આવજો. જેમાં સાક્ષીની સહી જોશે અને આધાર કાર્ડ પણ જોશે. વિજયે વધુમાં જણાવ્યું હતું કે હું સવારના 9 વાગ્યાથી આવ્યો છું પણ હજુ સુધી મારું એક પણ કામ થયું નથી. બીજી તરફ રાજકોટ પૂર્વનાં મામલતદાર આર.બી ગઢવીએ જણાવ્યું હતું કે સરકારના નિયમો મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.