ETV Bharat / state

Paralympic Games 2024 : રાજકોટના "પાવર"લિફ્ટર રામ બાંભવાએ ઈતિહાસ રચ્યો, પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિકવોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી

રાજકોટના દિવ્યાંગ ખેલાડીએ દેશભરમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. પેરા પાવરલિફ્ટર રામ બાંભવા પેરાગેમ્સની વેઈટ લિફટીંગ સ્પર્ધામાં ગોલ્ડ જીતી લાવ્યા છે. આ સાથે પેરીસમાં યોજાનાર પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રિક્વોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મળો ગુજરાતના હાવજ પેરા-એથલિટ રામ બાંભવાને...

Paralympic Games 2024
Paralympic Games 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 4:56 PM IST

રાજકોટના "પાવર"લિફ્ટર રામ બાંભવા ઈતિહાસ રચ્યો

રાજકોટ : રાજકોટના પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ફરી એકવખત ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. પેરાએથલિય રામ બાંભવાએ ખેલો ઈન્ડિયા અંતર્ગત પેરા ગેમ્સની વેઈટ લિફટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે રામભાઈએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી ઇતિહાસમાં પોતાનું નામ દર્જ કર્યું છે. જુઓ આ અહેવાલ...

રામભાઈનો "પાવર" પંચ : તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત દિવ્યાંગો માટે પ્રથમ વખત પેરા-ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના દિવ્યાંગ યુવાનોએ ભાગ લીધો હતો. જ્યારે રાજકોટના રામ બાંભવાએ આ ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે વેઈટ લીફ્ટિંગમાં 72 KG કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ આગામી દિવસોમાં યોજાનાર પેરાલિમ્પિક ગેમ્સ માટે પ્રિકવોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી તરીકેનું નામ નોંધાવ્યું છે.

પેરાગેમ્સમાં ગોલ્ડ જીત્યો : આ અંગે રામ બાંભવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પેરા પાવરલિફ્ટર છું. તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ યોજાઈ હતી. આ ગેમ્સમાં 72 KG કેટેગરીમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ગેમ્સમાં મને ગોલ્ડ મેડલ મળ્યો, હવે હું આગામી દિવસોમાં યોજાનાર પેરાલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાઈ માટેની પ્રેક્ટિસ કરી રહ્યો છું. જેના ભાગરૂપે હું દરરોજ 4 કલાક વર્ક આઉટ કરી રહ્યો છું. જ્યારે પેરાલિમ્પિક માટે ક્વોલિફાઇ થયા બાદ હું ભારત માટે મેડલ લઈને આવું તેવી મારી આશા છે.

પેરાલિમ્પિક ગેમ્સ 2024 : ઉલ્લેખનિય છે કે, આગામી વર્ષ 2024 ની પેરાલિમ્પિક પેરિસ ખાતે યોજાનાર છે. તેમજ આ પેરાલિમ્પિક માટે ગુજરાતમાં પ્રથમ એવા રામ બાંભવા પ્રિકવોલીફાઈ થયા છે. તેમજ હવે તેઓ ફાઈનલ કવોલીફાય માટેની તૈયારી કરી રહ્યા છે.

વાહ ! હાવજ : રામ બાંભવા હાલ રાજકોટ જિલ્લાના રાયડી ગામના તલાટી મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ નાનપણથી જ પોલિયોનો શિકાર બન્યા હતા. પરંતુ તેમના શરીરમાં કમરથી ઉપરનો ભાગ એકદમ સ્વસ્થ રહ્યો હતો, જેના કારણે તેઓએ પાવર લિફ્ટિંગ ગેમ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

પેરા-એથલિટ રામ બાંભવા : રામ બાંભવા અગાઉ ચીન ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ અને દુબઈ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં છઠ્ઠા ક્રમે આવી ચૂક્યા છે. હાલ રામ બાંભવા પેરાલિમ્પિક ગેમ્સ ફાઇનલ કવોલિફાઇ માટેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રામ બાંભવાને હાલમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળતા તેમના મિત્ર વર્તુળ અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

  1. રાજકોટના દિવ્યાંગે મેળવી અનોખી સિદ્ધિ, 9 વખત ગિરનાર સર કર્યો
  2. લોન બોલ્સના એકસ્પર્ટ પ્લેયર પિંકીને મળશે અર્જુન એવોર્ડ, એક સમયે ક્રિકેટના કોચ હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.