રાજકોટ : ડુંગળી કસ્તુરી સમાન ગણવામાં આવે છે. જેમાં એક સમય ભૂતકાળમાં એવો હતો કે જ્યારે ડુંગળીનું વાવેતર કરેલા ખેડૂતો સારી ઉપજ મેળવી માલામાલ થઈ જતા. ડુંગળીમાંથી સારી એવી આર્થિક ઉપજ પણ મેળવતા હતા, પરંતુ વર્તમાન સમયની અંદર ડુંગળીનો ભાવ જાણે આસમાન પરથી જમીન પર ઉતરી ગયો હોય તેવું સામે આવ્યું છે. જેથી ડુંગળીનું વાવેતર કરેલા ખેડૂતો કસ્તુરી સમાન ડુંગળીથી રડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ડુંગળીના વાવેતર તેમજ મજૂરી અને ભાડાના પણ પૂરતા ખર્ચ ન મળતા હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતો ડુંગળીને લઈને અવળા પગલાં ભર્યા : વર્તમાન સમયની અંદર ડુંગળીનો ભાવ થોડા દિવસ પહેલા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 20 રૂપિયા પ્રતિ મણ બોલાવ્યો હતો. જેથી ડુંગળી વેચવા આવેલા ખેડૂતે પોતાની ડુંગરી વેચવાને બદલે ખાતર તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી અને ડુંગળીને માર્કેટિંગ યાર્ડમાંથી પરત લઈ ગયા હતા. આવી જ રીતે ડુંગળીના ભાવના મળતાની સાથે જ જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતે તૈયાર થયેલા ડુંગળીના મોલને ઘેટાં-બકરાઓને ચરવા માટે ખુલ્લુ મૂકી દીધું હતું. જણાવ્યું હતું કે, લણવા માટેનો ખર્ચ પણ ઊભો નથી થતો. જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા જઈએ છીએ, ત્યારે ભાડાના પણ રૂપિયા ઉભા નથી થતા. જેથી કસ્તુરી સમાન ડુંગળીના ભાવને નીચો જોવાથી ખેડૂતે આ પ્રકારના પગલાં ભર્યા હોવાનું સામે આવ્યું છે.
શું ભાવ ડૂંગળનો મળે છે ખેડૂતોને : ડુંગળીના ભાવોની વાત કરવામાં આવે તો, ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ ડુંગળી વેચવા માટે કાઢે છે, ત્યારે પ્રતિ મણ એટલે કે 20 કિલોનો ભાવ રૂપિયા 30થી લઈને 100 રૂપિયા સુધીનો મળતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. આ બાબતે ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે, ખેડૂતોને 200 રૂપિયા કરતા વધારે પૈસા મળે તો જ તેમના કરેલો ખેતીનો ખર્ચ અને ડુંગળીનું યોગ્ય વર્તન મળી શકે.
ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ : એક સમય એવો હતો કે, આજ ડુંગળી ખેડૂતોને માલામાલ કરી અને ખૂબ પુષ્કળ પ્રમાણમાં સારી એવી ઉપજ આપતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે માલામાલ કરતી ડુંગળી ખેડૂતોને કંગાળ કરી રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. સરકાર પાસે પોષણ સમભાવ મળે તે માટેનું સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો : Onion Price in Saurashtra : સૌરાષ્ટ્રમાં ડુંગળીનો ભાવ ગગડવાનું કારણ આ પણ હોઇ શકે, ડુંગળીની નિકાસની આંટીઘૂંટી
ડુંગળીની ખેતી કરતા ખેડૂતોએ જણાવ્યું છે કે, મોંઘા બિયારણ, મોંઘી જંતુનાશક દવાઓ, મોંઘો ખેતી ખર્ચ અને સાથે-સાથે મોંઘો મજૂરી ચુકવીને આ પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉત્પાદન થયેલી ડુંગળીના મોલના ખર્ચ પરવડે તેટલા પણ ભાવ નથી મળતા. જો આવી પરિસ્થિતિ રહેશે તો તેમને પોતાની ખેતીની જમીનો વેચી અને મજૂરી કામે વળગી જવું પડશે તેવું જણાવ્યું છે. આ બધી પરિસ્થિઓને લઈને ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીનો પૂરતો ભાવ આપો તેમજ ખેડૂતોને પાયમાલ થતાં અટકાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા છે. આ સાથે ખેડૂતોએ પોતાની જમીનો પણ વેચવી પડશે તેવી વાત કરી છે.