ETV Bharat / state

Rajkot Crime : કાળ ભૈરવનો કોપનું કહીને આચર્યું દુષ્કર્મ, કોર્ટે જીવે ત્યાં સુધી આપી સજા - Rajkot niece Rape case

રાજકોટમાં લાલચ આપીને દુષ્કર્મ આચરનારને કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલની સજા આપી છે. કાળ ભૈરવનો કોપ છે તેવું કહીને અવારનવાર ન કરવાનું કર્યું હતું. બાદમાં પોલીસ ફરિયાદ નોધાવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

Rajkot Crime : કાળ ભૈરવનો કોપનું કહીને ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે જીવે ત્યાં સુધી કારાવાસ આપ્યો

author img

By

Published : Mar 25, 2023, 1:33 PM IST

રાજકોટ : રાજકોટમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે જીવે ત્યાં સુધી એટલે કે અંતિમ શ્વાસ સુધીની જેલની કેદની સજા સંભળાવી છે. આરોપી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ વર્ષ 2018માં નોંધાઈ હતી. આ મામલે કેસ ચાલતો હતો. તેનો ચુકાદો આવતા કોર્ટ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધીની જેલની કેસની સજા ફટકારી છે. જેને લઈને મામલે ઘટના હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો : Rajkot Crime News: દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં હોટેલ કર્મચારીની ધરપકડ

ભોગ બનનારના લગ્ન 2011માં થયા હતા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, ભોગ બનનારના લગ્ન વર્ષ 2011માં થયા હતા. જ્યારે લગ્ન બાદ ભોગ બનનારના પતિનો ધંધો વ્યવસ્થિત ચાલતો ન હતો. તેમના પતિ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. જેમાં નુકસાની આવી રહી હતી. જેનો લાભ લઈને આરોપીએ ભોગ બનનારને લલચાવી ફોસલાવીને તમારા પરિવાર પર કાળ ભૈરવનો પ્રકોપ છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કાળ ભૈરવના કોપના નામે શરીર સંબંધ બાંધવો જોશે તેવું કહ્યું હતું. જેને લઇને ભોગ બનનાર સાથે આરોપીએ બેથી ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે આ ઘટના બાદ પણ પીડિતાના પતિને ધંધામાં કોઈ લાભ ન થતા. અંતે તેને પોતાની સાથે બનેલા બનાવની પતિને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime : સંતાનપ્રાપ્તિની વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર તાંત્રિક ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની પકડમાં બે આરોપી

કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી : આ સમગ્ર કેસ મામલે વર્ષ 2018માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આ કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં અધિક સેશન્સ જજ જેડી સુથારે મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ અને રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાળ ભૈરવના પ્રકોપ નામે દુષ્કર્મ આચાર્યની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ હવે આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.