રાજકોટ : રાજ્યમાં નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેક આવવાની ઘટનામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં અમિત વસંતભાઈ ચૌહાણ નામના યુવકને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યાં બાદ હાર્ટ અટેક આવવાની ઘટના સામે આવી હતી. જેમાં આ યુવાનનું મોત થયું છે. જેના કારણે લગ્ન પ્રસંગ હવે માતમમાં ફેરવાયો છે. આ અગાઉ પણ રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં ચાર જેટલા યુવાઓને હાર્ટ અટેક આવવાના કારણે મોતની ભેટી ચુક્યા છે. ત્યારે હવે આ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની ઘટના તે ગંભીર વિષય બનતો જઈ રહ્યો છે.
ફોઈના પુત્રના લગ્નમાં દાંડિયા રમ્યા બાદ મોત : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અમિત વસંતભાઈ ચૌહાણ નામના 36 વર્ષીય યુવાન પોતાના કૌટુંબિક ફોઈના દીકરામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. જે દરમિયાન તે પોતાના પર કુટુંબમાં લગ્ન હોય અને દાંડિયા રાસ પણ રમ્યો હતો. ત્યારે દાંડિયારાસ રમ્યા બાદ અચાનક અમિત ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ અમિતને વધુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો.
આ પણ વાંચો Surat News : સુરતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યો એટેક
ડાઇ બનાવવાના કામનું કારખાનું હતું : યુવકના મોતને લઇને થયેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમિતનું દાંંડિયારાસ રમવાના કારણે હાર્ટ બેસી ગયું હતું. જેના કારણે હાર્ટ એટેકની ઘટના બની હતી અને આ યુવાનનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે અમિત ડાઇ બનાવવાના કામનું કારખાનું ધરાવતો હતો. જ્યારે યુવાનનું મોત થતા તેના પરિવારજનો ઉપર આભ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઇ છે.
અગાઉ ચાર યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત : જ્યારે અગાઉની વાત કરવામાં આવે તો રાજકોટમાં બે જેટલા યુવાનોના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેક આવવાની ઘટનાને કારણે મોતની ભેટ્યા હતા. એવામાં શહેરની મારવાડી યુનિવર્સિટીમાં વોલીબોલ રમ્યા બાદ યુવાન અચાનક બેભાન પડી ગયો હતો. જેનું પણ હાર્ટએટેકના કારણે મોત થયું હતું ત્યારે શહેરના મોરબી રોડ ઉપર જીમમાં ગયા બાદ યુવાન ઘરે પરત આવતો હતો તે દરમિયાન પણ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું.
આ પણ વાંચો ECG Machine Rajkot: રાજકોટમાં હાર્ટ એટેકના કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા
હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો : છેલ્લા એક વર્ષમાં ચારથી વધુ નાની વયના યુવાનો રાજકોટમાં હાર્ટ અટેકના ભોગ બન્યા છે. એવામાં અમિત ચૌહાણ નામના યુવાનનું પણ દાંડિયારાસ રમ્યા બાદ હાર્ટ બેસી ગયું હતું અને તે મોતને ભેટ્યો હતો. જેને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે નાની ઉંમરમાં યુવાનોના હાર્ટ એટેકની મોતની ઘટનામાં વધુ એક વધારો જોવા મળી રહ્યો છે.