રાજકોટ: ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ગત 10 ઓગસ્ટના રોજ રાત્રિના મારામારીની એક ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીજા પહોંચાડતા તેમને પ્રથમ ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેની હાલત ખૂબ જ ગંભીર જણા હતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ખાતે તેમની સારવાર ચાલુ છે. આ ઘટનામાં બુટલેગરોનો આતંક હોવાની બાબત સામે આવી છે જેના કારણે ગ્રામજનોએ રોષે ભરાઈને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગામને અચોક્કસ મુદત માટે બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું છે.
ગ્રામજનોમાં હજુ પણ અસંતોષ: મેરવદર ગામે બનેલી આ ઘટના બાદ અધિકારીઓની મુલાકાતને લઈને ગ્રામજનોમાં હજુ પણ અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે જે ઘટના બની છે તે ઘટનાને લઈને ચર્ચા નહીં કરવામાં આવી અને બીજા મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ કરી મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સાથે જ જે ઘટના બની છે અને જે કારણથી ઘટના બની છે તે બાદ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અન્ય બે વ્યક્તિને ઝડપી લેવાયા: મેરવદર ગામે પટેલ સમાજના વ્યક્તિ પર રબારી સમાજના વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો છે જે બાબતે પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને એક વ્યક્તિને પકડી લેવાયો છે અને અન્ય બે વ્યક્તિને ઝડપી લેવાયા છે. આ ઘટનાનું કારણ જણાવતા તેઓએ જણાવ્યું છે કે ફરિયાદીની ફરિયાદ મુજબ અહીં રબારી સમાજનો જે ઢોરવાડો હતો. એ જગ્યા પંચાયતમાંથી લેઉઆ પટેલ સમાજ માટે પંચાયત માટે લઈ લેતા બબાલ સર્જાઇ છે. તેવું જણાવે છે. ઘટના બાદની પોલીસ ફરિયાદ અંગે પૂછતાં તેવો જણાવે છે કે ફરિયાદી જે મુજબ ફરિયાદ નોંધાવી છે તે મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરપંચની રાવ અંગે જણાવે છે કે પોલીસને જાણ કરી હોય અને કાર્યવાહી ના કરવા આવી હોય તેવી બાબત હજુ સુધી સામે નથી આવી.
ફરિયાદી પોતે ફરિયાદથી અજાણ: આ ઘટનામાં જે વ્યક્તિના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વિજયસિંહ ઈંદુભા વાળા નામના વ્યક્તિનો ETV Bharat ના પ્રતિનિધિ દ્વારા સંપર્ક કરતા ફરિયાદી પોતે ફરિયાદથી અજાણ હોય અને તેમના નામની ખોટી ફરિયાદ દાખલ કરી દીધી હોવાનું સ્પષ્ટ રીતે જણાવે છે. આ સાથે એવું પણ જણાવે છે કે આ ઘટનામાં પોતે કોઈપણ પ્રકારની ફરિયાદ નથી નોંધાવી તેવું જણાવે છે અને પોલીસ દ્વારા તેમના નિવેદનના બહાને તેમના નામની ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદની અંદર ઘટનાને બદલે બીજી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદી સ્પષ્ટ રીતે જણાવે છે અને તેમણે મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો કે તેમની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હાલ પણ પોલીસે તેને કોઈપણ પ્રકારની ફરિયાદની નકલ ફરિયાદ દાખલ થયાના ચાર દિવસ બાદ પણ નથી આપવામાં આવી
ગ્રામજનોમાં રોષ: અહીંયા બુટલેગરોના આતંકને લઈને સ્થાનિક અને જિલ્લા પોલીસને અનેક વખત રજૂઆત કરી છે. છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે જો ખરેખર કાર્યવાહી કરવામાં આવી હોત તો અમારા ગામની આ ચોથી વખત બનેલી ઘટના છે. જે ક્યારેય ન બનત તેવું જણાવ્યું છે. અધિકારીઓની કામગીરીથી નારાજ થઈને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગ્રામજનોના રોષના કારણે રાજકોટ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રેલો આવતા અધિકારીઓ ગામની મુલાકાત ખાતે દોડી આવ્યા હતા પરતું અધિકારીઓની મુલાકાત બાદ પણ ગામમાં સંતોષ યથાવત છે અને હજુ પણ કારવાહી નહીં થાય તો અમે ગ્રામજનો આગળના પગલાઓ પણ લેશું તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.
ઉપલેટા મામલતદારને આવેદનપત્ર: ઉપલેટા તાલુકાના મેરવદર ગામે જે પ્રકારે ઘટના બની છે તેમાં સમસ્ત ગ્રામજનો બુટલેગરોના આતંકની વાતનું રટણ કરે છે અને તેમના જ લીધે લોકો પર હુમલાઓ થાય છે અને સાથે પોલીસ પણ તેમની સાથે મળેલ છે તે સ્પષ્ટ રીતે રાવ કરી રહ્યા છે. આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી જેમાં આ ઘરના બાદ ઉપલેટા મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. આ અંગે સરપંચના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં ખુદ સરપંચ દ્વારા દારૂબંધી અંગેની જ લેખિત અને મૌખિક રજૂઆત સ્થાનિક ભાયાવદર પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસવાળાને કરવામાં આવી છે છતાં કાર્યવાહી નથી થતી અને હાલ આ ઘટનામાં પણ પોલીસે દ્વારા અહીંયા દારૂનો મુદ્દો નહીં પણ પટેલ સમાજનો મુદ્દો હોય અને તેના લીધે અહી માથાકૂટ થઈ હોય એવું જણાવતા હોવાનું સામે આવ્યું છે.
અધિકારીઓની મુલાકાતનો ફિયાસ્કો: એક તરફ ગ્રામજનો એકત્ર થઈ અને સમસ્ત ગ્રામજનો એવું જણાવે છે કે અહીં બુટલેગરોનો આતંક હોવાની બાબતે માથાકૂટ થઈ છે. જ્યારે અધિકારીઓ જમીન વિવાદ એટલે કે, સમાજના વિવાદને લઈને માથાકૂટ થઈ હોવાનું રટણ કરે છે. ત્યારે સવાલ એ થાય છે કે અહીં ગ્રામજનો સત્ય બોલે છે કે પછી અધિકારીઓ ધમપછાડા કરી મામલાને દબાવવાનો પ્રયત્ન કરે છે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે અને અધિકારીઓની કામગીરી ખુલ્લી પડતી નજરે પડે છે. પરંતુ આ બધાની વચ્ચે અધિકારીઓની અને રાજનેતાઓની મુલાકાત બાદ ગ્રામજનોમાં અસંતોષ યથાવત હોવાનો ગ્રામજનો અને સરપંચો જણાવે છે. અહીં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની મુલાકાતનો ફિયાસ્કો બની ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે કારણ કે, ગ્રામજનોને આશ્વાસન નહીં પરંતુ પરિણામ જોઈએ તેવું પણ ગ્રામજનોની માંગ છે.
આ ઘટના બાદ ઉઠતા સવાલો અને મુદ્દાઓ:-
1) ત્રણ દિવસથી અચોક્કસ મુદત માટે ગામ બંધ છતાં પણ મુખ્ય સમયનો નીવેડો કેમ નહીં ?
2) ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા વ્યક્તિની હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ દાખલ નથી કરાય ?
3) આ ઘટનામાં જે વ્યક્તિના નામની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તે વ્યક્તિ પોલીસ ફરિયાદથી સંપૂર્ણ અજાણ કેમ ?
4) ગ્રામજનોની દારૂ બાબતની ફરિયાદ છે તો બીજી બાજુ અધિકારીઓ જમીન વિવાદનું કેમ જણાવે છે ?
5) માથાકૂટ દારૂ બાબતની છે તો પછી ફરિયાદમાં જમીનનો બાબતનો ઉલ્લેખ ક્યાંથી આવ્યો ?
6) પોલીસે નિવેદનના બહાને બોલાવી ક્યાં કારણથી ફરિયાદ નોંધી ?
7) અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવે છે કે, ફરિયાદી સાચો કે ફરિયાદ નોંધનાર અધિકારી સાચા ?
8) ઘટના બાદ મેરવદર ગામે રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટ જિલ્લા પોલીસ વડા, જેતપુર ડીવાયએસપી, ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર તેમજ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ આવ્યા બાદ પણ ગ્રામજનોમાં અસંતોષ હજુ યથાવત.
9) મુખ્ય મુદ્દા નો કોઈ નિવેડો નહીં આવતા ગ્રામજનોમાં હજુ પણ અસંતોષ યથાવત અને ભારે રોષ જોવા મળ્યો
10) મુખ્ય મુદ્દા નો નિવેડો નહીં આવે તો હજુ પણ આંદોલન અને આગળના અનેક કાર્યક્રમો થશે તેવી પણ ગ્રામજનોની ચીમકી
Rajkot Crime: બુટલેગરોના હુમલાથી મેરવદર ગામ ત્રણ દિવસથી બંધ, આ મામલે ગામના સરપંચે શું કહ્યું ?