રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ સૌપ્રથમ બે વાગ્યાની આસપાસ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશેષ પ્લેન મારફતે ઉતરાણ કરશે. ત્યારબાદ પીએમ મોદી અહીંયા નવા નિર્માણ કરાયેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. જ્યારે એરપોર્ટના લોકાર્પણ બાદ પીએમ મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસંબાને સંબોધન કરવાના છે. તેને લઈને રાજકોટમાં રહેતા નરેન્દ્ર મોદીના ચાહકે તેમના માટે એક અનોખી ફ્રેમ તૈયાર કરી છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર લાગી રહી છે.
195 દેશોના ચલણી સિક્કા એકઠા કર્યા : રાજકોટમાં પીએમ મોદીના ચાહકે અનોખી ફ્રેમ બનાવી છે. ત્યારે આ અંગે નરેન્દ્ર સોરઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવનાર છે. જ્યારે પીએમ મોદીના સ્વાગત માટે મેં અનોખી ગિફ્ટ બનાવી છે. જેમાં મેં તેમના માટે 195 દેશના ચલણી સિક્કાઓની ફ્રેમ બનાવી છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવિદેશના પ્રવાસે કરતા હોય છે. જેના કારણે મેં આ પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમના માટે આ વિશેષ ભેટ તૈયાર કરી છે. જેમાં અમેરિકા, યુરોપ, દુબઈ, ઓસ્ટ્રેલિયા સહિતના 195 માન્ય દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં ચલણમાં રહેલા ચલણી સિક્કાઓની મેં એકઠા કરીને તેને એક ફ્રેમમાં રાખ્યા છે. જ્યારે હાલ પીએમ મોદી 72 વર્ષના થયા છે. ત્યારે આ ફ્રેમની આજુબાજુમાં મેં પીએમ મોદીના 72 ફોટા પણ મૂક્યા છે....નરેન્દ્ર સોરઠીયા(પીએમ મોદીના ફેન)
ભાજપના ખેસ વિશેષ ખેસ બનાવ્યાં : નરેન્દ્ર સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે મેં પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે બે વિશેષ ખેસ પણ તૈયાર કર્યા છે. જેમાં મેં ભારતમાં ચલણમાં રહેલા સિક્કાઓનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ ખેસને મેં અલગ અલગ વસ્તુઓથી સજાવ્યા છે એટલે કે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને આ બંને ખેસ ભેટમાં આપી શકાય ઉ.
ઐતિહાસિક વસ્તુઓ એકઠી કરવાનો શોખ : ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર સોરઠીયાને અલગ અલગ દેશોના ચલણી સિક્કાઓ અને ઐતિહાસિક વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે. એવામાં રાજકોટ ખાતે બાબા બાગેશ્વર જ્યારે આવ્યા હતા, ત્યારે નરેન્દ્ર સોરઠીયાએ તેમના માટે પણ એક વિશેષ ખેસ બનાવ્યો હતો. ત્યારે પીએમ મોદી રાજકોટ આવી રહ્યા હોય જેને લઇને નરેન્દ્ર સોરઠીયાએ પીએમ માટે પણ વિશેષ ફ્રેમ તૈયાર કરી છે.