ETV Bharat / state

Rajkot News : રાજકોટના હોસ્પિટલ ચોકમાં બનાવાયેલા ટ્રાયએંગલ બ્રિજમાં તિરાડ પડી, કોંગ્રેસનો હોબાળો - બ્રિજોનું ફિટનેસ સર્ટિફિકેટ

સરકારી બાંધકામોમાં ભ્રષ્ટાચારની બૂમ સતત પડતી રહે છે તેમાં રાજકોટનો ટ્રાયએંગલ બ્રિજ પણ શામેલ થઇ ગયો છે. 100 કરોડના ખર્ચે બનેલો બ્રિજ બન્યે એક વર્ષ પણ થયું નથી ને તેમાં તિરાડો પડી ગઇ છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવાયો છે અને બ્રિજોનું ફિટનેસ સર્ટિફિકેટ માગ્યું છે.

Rajkot News : રાજકોટના હોસ્પિટલ ચોકમાં બનાવાયેલા ટ્રાયએંગલ બ્રિજમાં તિરાડ પડી, કોંગ્રેસનો હોબાળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 2:19 PM IST

રાજકોટ : રાજકોટના વધુ એક બ્રિજમાં તિરાડ પડવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના મધ્યમાં નિર્માણ પામેલ હોસ્પિટલ ચોકમાં બ્રિજમાં છતના ભાગે તિરાડ પડી છે. જ્યારે એક વર્ષ પહેલાં જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમજ અંદાજિત 100 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવામાં બ્રિજમાં તિરાડ પડતા હોબાળો મચ્યો છે. આ મામલે રાજકોટ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યો છે તો મનપા દ્વારા બ્રિજ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

જવાબદારો સામે કાર્યવાહીની કોંગ્રેસની માંગ : હોસ્પિટલ ચોક બ્રીજમાં તિરાડ પડવા મામલે કોંગ્રેસના મહામંત્રી એવા મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરના હૃદય સમા એવા હોસ્પિટલ ચોકમાં સતત 24 કલાક વાહનોની અવરજવર રહે છે. જ્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અહી એક વર્ષ પહેલાં જ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવામાં એક વર્ષની અંદર જ બ્રિજના મધ્યભાગમાં તિરાડો જોવા મળી રહી છે.

ભૂતકાળમાં પણ રાજકોટમાં સરકારી બાંધકામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત શહેરના હોસ્પિટલ ચોકમાં બ્રિજમાં પણ કૌભાંડ થયું છે જેના કારણે તેમાં તિરાડો પડી છે. ત્યારે કોંગ્રેસ માંગ કરે છે કે રાજકોટ સહિતના રાજ્યના નવા નિર્માણ પામેલા બ્રિજોનું ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવે અને જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે... મહેશ રાજપૂત ( કોંગ્રેસના મહામંત્રી)

મનપા દ્વારા તપાસ કરાશે : જ્યારે આ મામલે રાજકોટ મહાનરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને પણ થોડા સમય પહેલા જ આ અંગેની જાણકારી મળી છે.

આ બ્રિજ જેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે એન્જિનિરો અને અધિકારીઓ સાથે આ મામલે હું બેઠક કરીશ અને જરૂર જણાય તો ઘટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવશે. તેમજ મનપા દ્વારા આ મામલે જરૂરી બનતા તમામ પગલાં પણ લેવામાં આવશે...જયમીન ઠાકર (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટ મનપા )

100 કરોડમાં બન્યો છે બ્રિજ : ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલાં જ રાજકોટના હોસ્પિટલ ચોક ખાતેના બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જ્યારે બ્રિજનું નિરમા અંદાજિત રૂ.100 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. એવામાં બ્રિજમાં તિરાડ પડતા ચકચાર મચી જવા પામી છે.

  1. Rajkot Crime News: સર્વેશ્વર ચોક ખાતે તુટી પડેલ બ્રિજની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરોઃ કૉંગ્રેસ
  2. Palanpur Bridge Collapse: પરિવારનો પોકાર 'અમારો સહારો છીનવાઈ ગયો, અમને ન્યાય આપો'
  3. Palanpur Flyover Slab Collapse: કેબિનેટમાં પાલનપુર બ્રિજ મામલે ચર્ચા, ક્વોલિટી વર્કને વધુ પ્રાધાન્ય અપાશે, તપાસ કમિટીનો રિપોર્ટ CMનો સોંપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.