ETV Bharat / state

Rajkot News : રાજકોટના બાલાજી મંદિરમાં સીએમ સફાઈ કરશે, કાર્યક્રમ પાછળ છુપાયો છે મહત્ત્વનો હેતુ

તીર્થસ્થળોની સ્વચ્છતાનો જનસંદેશ લઇને રાજ્યના તીર્થસ્થળોની સાફસફાઇનો મોટો કાર્યક્રમ ભાજપ દ્વારા આયોજિત થયો છે. આ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બાલાજી મંદિરમાં સફાઇ કરશે.આખા કાર્યક્રમ પાછળ છુપાયેલા મહત્ત્વના હેતુ વિશે જાણીએ.

Rajkot News
Rajkot News
author img

By

Published : Apr 21, 2023, 8:11 PM IST

રાજ્યના તીર્થસ્થળોની સાફસફાઇનો મોટો કાર્યક્રમ

રાજકોટ : ભાજપ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અલગ અલગ તીર્થસ્થળો પર મહાસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આવતીકાલે રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા બાલાજી મંદિર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા સફાઈ અભિયાનમાં ભાગ લેવામાં આવશે. જેને લઇને રાજકોટ ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ પોલીસ એલર્ટ : જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન રાજકોટ ખાતે આવતા હોય તેને લઈને રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ છે. આવતીકાલે સવારના સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બાલાજી મંદિરમાં સફાઈ અભિયાનમાં જોડાશે. જેમની સાથે ભાજપના નેતાઓને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ અભિયાનમાં ઉપસ્થિત રહેશે અને બાલાજી મંદિરની સાફસફાઈ કરશે. આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા આ કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો Balvantsinh Rajput: રાજ્યના ઉદ્યોગપ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારો સાથે યોજી બેઠક

સીએમ બાલાજી મંદિરમાં કરશે સફાઈ : ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલથી રાજ્યના 24 જેટલા તીર્થસ્થળો પર પ્રથમ તબક્કાનું સફાઈ અભિયાન યોજવામાં આવશે. જેમાં સુરતથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમજ રાજકોટના બાલાજી મંદિરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના ભદ્રકાળી મંદિરમાંથી ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આ મહાસફાઈ અભિયાનમાં જોડાશે અને આ તમામ તીર્થસ્થળોની સાફસફાઈ કરવામાં આવશે.

તીર્થસ્થળોની સ્વચ્છતાનો જનસંદેશ : ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં આ તીર્થસ્થળો પર ગંદકી અને કચરો ન રહે તે ભાજપ સરકાર તમામ બાબતોની ચોકસાઈ પૂર્વક કાળજી રાખશે અને જો જરૂર પડે છે તો તીર્થસ્થાનોની આસપાસ દુકાન ધરાવતા વેપારીઓને પણ કચરાપેટી સહિતની વસ્તુઓ આપવામાં આવશે.

આ પણ વાંચો Cabinet Minister: રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન ડો.સુશીલાબેન શેઠનું નિધન, શનિવારે પ્રાર્થનાસભા

રાજ્યના 24 તીર્થસ્થળો પર થશે સફાઈ : તીર્થસ્થળોની સ્વચ્છતાનો જનસંદેશ લોકો સુધી પહોંચાડવા પ્રથમ તબક્કા માટે રાજ્યના 24 જેટલા અલગ અલગ તીર્થ સ્થળોને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ 24 સ્થળોએ એકી સાથે મહા સફાઈ અભિયાન યોજવામાં આવશે. જ્યારે આગામી દિવસોમાં અહીંયા સાફસફાઈ રહે અને ગંદકી ના થાય તે માટેનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવાઇ : આ તીર્થસ્થાનો પર માત્ર સફાઈ જ નથી કરવાની, પરંતુ આ તીર્થસ્થાનોમાંથી જે પણ કચરો નીકળે તેનો પણ વ્યવસ્થિત નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાનનું કારણ આપતા ભરત બોઘરાએ જણાવ્યું હતું કે હાલ તીર્થસ્થાનો પર મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. જેના કારણે તે સ્થાન અથવા તેને આસપાસના ગામડા શેરીઓ ગલીઓમાં ક્યાંક ને ક્યાંક કચરો જોવા મળે છે. આ કચરાને સાફ રાખવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ લીધી છે અને તેના અંતર્ગત આ કાર્યક્રમ યોજાનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.