ETV Bharat / state

ચમકી તાવને રોકવા રાજકોટ મનપા સતર્ક, 142 કિલો લીચીનો નાશ કરાયો - mujaffarpur

રાજકોટઃ બિહારના ચમકી તાવના કારણે અત્યાર સુધીમાં 180થી વધુ બાળકોના મોત થયા છે. આ ચમકી તાવ મુખ્યત્વે લીચી ખાવાના કારણે થતો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં પણ મોટા પાયે લીચીનું વેચાણ થાય છે, જેથી ચમકીના કારણે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાએ સાવચેતીના પગલા લીધા છે.

ચમકી તાવને રોકવા રાજકોટ મનપા સતર્ક, 142 કિલો લીચીનો નાશ કરાયો
author img

By

Published : Jun 25, 2019, 5:18 PM IST

બિહારના મુઝફ્ફરપુર સહિતના આસપાસના વિસ્તારમાં નાના બાળકોને મગજના તાવ ચમકીના કારણે 180 કરતા વધારે બાળકોમાં મોત નીપજ્યા છે. મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. ચમકી તાવ થવાનું એક કારણ લીચી ફળ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ચમકી તાવને રોકવા રાજકોટ મનપા સતર્ક, 142 કિલો લીચીનો નાશ કરાયો

રાજકોટ શહેરમાં આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે શહેરની ફ્રુટ બજારમાં સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વહેંચવામાં આવતા લીચી ફ્રુટની જાણવણી અને તેની ગુણવત્તાની ચકાસણી કરાઈ હતી. મનપાની ટીમે 142 કિલો જેટલા અખાદ્ય લીચીનો નાશ કર્યો હતો.

બિહારના ચમકી તાવને પગલે રાજકોટમાં મનપાનું સઘન ચેકીંગ, 142 કિલો લિચીનો કર્યો નાશ

રાજકોટઃ નાના બાળકોને થતો મગજનો તાવ ચમકી એટલે કે એજ્યુટ એનકેફેલાઈટીસ સિન્ડ્રોમ રોગ થવાનું એક કારણ લીચી ફ્રુટ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આજે રાજકિત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા શહેરની અલગ અલગ ફ્રુટ માર્કેટમાં લીચી ને લઈને સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ દુકાનો લારીઓમાંથી કુલ 142 કિલો હલકી અને અખાદ્ય લીચીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

બિહારના મુઝફ્ફરપુર સહિતના આસપાસના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ ચમકીના કારણે 170 કરતા વધારે બાળકોમાં મોત નિપજ્યા છે તેમજ હજુ ઓન આ નાના બાળકોનો મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે શહેરની ફ્રુટ બજારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેંચવામાં આવતા લીચી ફ્રુટની જાણવણી અને તેની ગુણવત્તા અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ 142 કિલો જેટલી અખાદ્ય લિચીનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચમકી તાવ થવાનું એક કારણ લીચી ફળ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જેને લઈને મનપા દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.