- આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે
- ભાજપ દ્વારા અલગ-અલગ 4 સ્થળોએ સેન્સ પ્રક્રિયા યોજી
- પ્રદેશના નેતાઓએ વિશેષ હાજર રહીને આ પ્રક્રિયાની કામગીરી કરી
રાજકોટઃ રાજ્યની 6 મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત થઇ છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે ભાજપ દ્વારા અલગ-અલગ 4 સ્થળોએ સેન્સ પ્રક્રિયા યોજી હતી. જેમાં પ્રદેશના નેતાઓએ વિશેષ હાજર રહીને આ પ્રક્રિયાની કામગીરી કરી હતી.
શહેરમાં 4 સ્થળોએ યોજાઈ સેન્સની પ્રક્રિયા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને 18 વોર્ડ માટે અલગ-અલગ ચાર જગ્યાએ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ કાર્યાલય, પટેલ વાડી રાણીગાની વાળી અને હરિહર હોલ ખાતે અલગ-અલગ પ્રદેશના નિરિક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે.
ભાજપ પ્રદેશના નિરીક્ષકો રહ્યા ઉપસ્થિત
રાજકોટમાં યોજાયેલી ભાજપની સેન્સ પ્રક્રિયામાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પુષ્પદાન ભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ અને જાગૃતિબેન પંડ્યા, જ્યારે પટેલ વાડી ખાતે નરહરિભાઇ અમીન, માધાભાઈ બોરીયા અને નિમુબેન બાંભણિયા, તેમજ રાણીંગા વાડી ખાતે બાબુભાઈ બોખરીયા, ભરતસિંહ ગોહિલ, બિજલબેન પટેલ, જ્યારે હરીહર ચોક ખાતે મહેન્દ્રસિંહ સરવૈયા દિલીપભાઇ ત્રિવેદી, આદ્યશક્તિ બેન મજમુદાર નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
18 વોર્ડ માટે અંદાજે 800 જેટલા અપેક્ષિત ઉમેદવારો
રાજકોટ મહાનગરપાલિકામાં 18 જેટલા વોર્ડ આવેલા છે. ત્યારે વર્તમાન મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના 800 જેટલા અપેક્ષિત ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં જોડાનાર છે. તેમજ ચૂંટણી લડવા માટે ઈચ્છા જાહેર કરવાના છે. ત્યારે આ તમામ ઉમેદવારોને પ્રદેશ નિરીક્ષકો સાંભળશે. તેમજ તેમની કામગીરીની સમીક્ષા પણ કરશે. આ આખી સેન્સ પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયા સાંજ સુધી ચાલશે.