રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીએ (Rajkot Municipal Corporation) માલધારી યુવક પર હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં (Rajkot Municipal Corporation clash with Maldhari) આવ્યો હતો. ત્યારે આ યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં (Maldhari Community Youth admitted at Civil ) આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ (Civil Hospital Rajkot) ખાતે એકઠા થયા હતા. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.
યુવાન પોતાનો ઢોર લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન બની ઘટના શીતલ પાર્ક નજીક માલધારી યુવાન આલા ધોળકિયા પોતાના ઢોર લેવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. જોકે, તે સમયે ઢોર પકડ પાર્ટી પણ ઘટના સમયે (Rajkot Municipal Corporation) આવી પહોંચી હતી અને આ યુવાનને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં યુવકને ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Rajkot) ખસેડવામાં આવ્યો હતો. અગાઉ પણ શહેરના કણકોટ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે પશુપાલકોની બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો બન્ની પશુમેળાનું આયોજન, રણ પ્રદેશમાં પશુઓની લે-વેચની બજાર તૈયાર
પોલીસ ફરિયાદ કરવામાં આવશેઃ માલધારી આગેવાન સમગ્ર મામલે રાજકોટ માલધારી સમાજના આગેવાન રણજીત મૂંધવાએ (Rajkot Municipal Corporation clash with Maldhari) જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation) કર્મચારીઓની દાદાગીરી સામે આવી રહી છે. 307 જેવા ગંભીર ગુનાની ઘટના બની છે. જ્યારે માલધારી યુવાન ઢોર ડબ્બાની ગાડી જોઈને પોતાની ગાયને લેવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓએ (Rajkot Municipal Corporation clash with Maldhari) તેના ઉપર હુમલો કર્યો છે. આ મનપાની ઢોર પકડ પાર્ટીની ખુલ્લેઆમ દાદાગીરી છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ જે થાય તે કરાશે આવશે.