રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-23નું બજેટ( Rajkot Municipal Corporation Budget 2022)આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જ્યારે મનપા કમિશનર દ્વારા એક અઠવાડિયા પહેલા ડ્રાફ્ટ બજેટ રજૂ કરગમાં આવ્યું હતું. જેનો અભ્યાસ કર્યા બાદ તેમાં જરૂરી સુધારા વધારા સાથે મંજુર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં મહત્વની કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ
1થી 2 ટકાના વધારા સાથે બજેટ મંજુર
સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી. જેમાં અગાઉ કમિશનર દ્વારા(Rajkot Municipal Corporation) જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં જરૂરી સુધારા વધારા સાથે સ્ટેન્ડીંગ કમિટી દસર વધારાના રૂપિયા 25.10 કરોડના ઉમેરા સાથે વર્ષ 2022-23નું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મનપા કમિશનર દ્વારા અંદાજીત રૂપિયા 2334.94 કરોડનું બજેટ સુચવામાં આવ્યું. જેમાં વાહનવેરાનો દરમાં વધારો સુચવામાં આવ્યો હતો. તેની ફગાવીને માત્ર 1થી 2 ટકાના વધારા સાથે આ બજેટને મંજુર કરાયું હતું.
17 જેટલી વિવિધ યોજનાઓનો ઉમેરો
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનર(Standing Committee of Rajkot Municipal Corporation )દ્વારા સૂચવવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં 17 જેટલી વિવિધ યોજનાઓનો ઉમેરો (Add up to 17 different schemes)કરવામાં આવ્યો હતો. જ્યારે હાલમાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ઓવર બ્રિજ અને અન્ડર બ્રિજ બનાવવાની કામગીરી છે તે વહેલાસર પૂર્ણ થાય તે માટેની કામગીરી પર ભાર મૂકવામાં આવશે. આ સાથે છેલ્લા ત્રણ વર્ષથી એડવાન્સ વેરોભરતા કરદાતાઓને 1 ટકા વધુ વળતર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Junagadh Corporation Budget 2022:કરવેરા વધાર્યા વગર સતત બીજા વર્ષે જૂનાગઢ કોર્પોરેશનનું બજેટ થયું રજુ