રાજકોટઃ શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, તેમની સામે કરવામાં આવેલો પોલીસ કેસ પરત ખેચવામાં આવે. જેને લઈને શનિવારના રોજ યાર્ડ ખાતે બેઠકમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આ અંગે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, યાર્ડમાં સત્તાધીશોની સામે પાછળથી ભાજપનું જ એક જૂથ હડતાળના સમર્થનમાં છે, માટે ભાજપ પક્ષમાં જ આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ એસોસિએશન દ્વારા રાજકોટ મોરબી હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વેપારીઓને રોકવામાં આવતા, કેટલાક ઈસમો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને 300 લોકો સામે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે વેપારી એસોસિએશન પોતાના પર થયેલો પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ સાથે હડતાળ પર છે.