રાજકોટઃ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે LCB ટીમે અમુલ દૂધની બોલેરો જીપમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે રાજકોટ LCBએ સવા નવ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ LCBએ વાસાવડ ગામે બોલેરો જીપમાંથી વિદેશી દારૂ સહિત સવા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એલ.સી.બી પી.આઈ પલ્લાચાર્ય, પીઆર બાલાસરા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેશભાઈ અગ્રાવત, રહીમભાઈ દલ, પ્રવીણભાઈ સાવરીયા, મેહુલભાઈ બારોટ સહિતની ટીમએ વાસાવડ ચોકડી પાસે બોલેરો ગાડીને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટી નંગ 91 કિંમત રૂપિયા 3,27,601નો દારૂ કબ્જે કર્યો હતો. ઉપરાંત બોલેરો ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 9,28,100 નો મુદ્દામાલ કબજે કરી ઈલિયાસ હુસેન કૈડાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા આરોપી વિજયભાઈ બોરીયા (રહે રાયપર તાલુકો ગઢડા) તેમજ રાજુ (રહે ચોટીલા)ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.