રાજકોટ : રાજકોટમાં પાંચ દિવસ પહેલા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર એવા જે.એમ બિશ્નોઈને CBI દ્વારા રંગેહાથ 5 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે.એમ બિશ્નોઈએ ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળેથી CBI તપાસ દરમિયાન જ કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે વિવાદ થયો હતો. ત્યારે હાલ સમગ્ર ઘટનાને પગલે CBI દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જેમાંથી CBIએ જે.એમ બિશ્નોઈના ઘર અને ઓફિસ ખાતેથી અંદાજિત રોકડા 1 કરોડ રૂપિયાના બે અલગ અલગ પોટલા મળી આવ્યા હતા. સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. ત્યારે હાલ CBI દ્વારા આ મામલે એક ડાયરી કબ્જે કરવામાં આવી હતી.
બિશ્નોઈના બે વહીવટદાર હોવાનું સામે આવ્યું : સમગ્ર કેસમાં તપાસ દરમિયાન CBIને ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ બિશ્નોઈની ડાયરી હાથ લાગી હતી. જેમાં કેટલાક લોકોના મોબાઈલ નંબર અને કોડવર્ડમાં નામ લખવામાં આવ્યા હતા. જ્યારે આ ડાયરી પરથી CBIને જાણવા મળી રહ્યું છે કે જે.એમ બિશ્નોઇના બે વહીવટદાર પણ હતા. હાલ આ સમગ્ર મામલે CBI દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ લાંચ કાંડમાં અનેક અધિકારીઓ પણ સામેલ હોય તેવું CBIની તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર ભરના વેપારીઓ પાસેથી ફોરેન ઓફિસર દ્વારા કામ કરવા માટે મોટી લાંચ લેવામાં આવતી હોવાના અનેક ફરિયાદો થઈ હતી. જેના આધારે CBI દ્વારા અહીંયા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : JM Bishnoi Suicide : બિશ્નોઈ કેસમાં પુત્રએ CBI પર કર્યા ગંભીર આક્ષેપો, મોબાઈલ રેકોર્ડિંગનો લખ્યો લેટર
પુત્રએ પત્ર લખીને CBI પર કર્યા છે ગંભીર આક્ષેપ : જ્યારે CBI દ્વારા જે.એમ બીશ્નોઈને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા ત્યારબાદ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે તેના પુત્ર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ કરનાર જયુડીશીયલ મેજિસ્ટ્રેટને એક પત્ર લખવામાં આવ્યો હતો અને CBI પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે CBIની ટીમ તેમના ઘરે પૈસા ભરેલું પોટલું લઈને આવવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનોને કોરા કાગળમાં સહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : JM Bishnoi Suicide Case : બિશ્નોઈના કેસમાં CBIને શંકાસ્પદ ડાયરી હાથ લાગી, ચોંકાવનારી વિગતો ખુલવાના સુત્રો
નવા નામ ખુલાવાની શક્યતા : ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ પરિવારની માંગણી હતી કે, જે.એક બિશ્નોઈના આત્મહત્યા મામલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવે, જ્યારે તંત્ર દ્વારા પણ આ માંગણી સ્વીકારવામાં આવી છે. ત્યારે હાલ આ કેસની તપાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ CBI દ્વારા પણ આ મામલે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને આગામી દિવસોમાં આ કેસમાં અનેક નવા નામ આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.