રાજકોટ : ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ. બિશ્નોઈ 5 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ કેસમાં જબરો ગરમાવો આવ્યો છે. જ્યારે હવે જે.એમ બિશ્નોઈના પુત્રએ આ મામલે પત્ર લખીને CBI પર ગંભીર આક્ષેપ કર્યા છે. જે.એમ. બિશ્નોઈના પુત્ર એવા આદિત્યએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં CBIની ટીમ તેમના ઘરે તપાસ માટે આવી ત્યારે આદિત્યએ પોતાની પાસે રહેલા મોબાઈલમાં સમગ્ર બાબતનું રેકોર્ડિંગ કર્યાનો દાવો કર્યો છે. આ રેકોર્ડિંગ પણ આગામી દિવસમાં જાહેર કરાશે તેવું પત્રમાં લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Lawrence Bishnoi: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મળવા પહોંચી દિલ્હીની બે સગીરા, જાણો શા માટે
પુત્રએ CBI પર કર્યા ગંભીર આક્ષેપ : જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ બીશ્નોઈના 17 વર્ષીય પુત્ર એવા અદિત્ય બિશ્નોઈએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર બાદ હવે આ કેસમાં જંપલાવ્યું છે. જેમાં તેને પ્રદ્યુમનનગર પોલીસ મારફતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેને જણાવ્યું છે કે, CBIની ટીમ જ્યારે તેના ઘરે આવી ત્યારે તમામ લોકોના મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા. પરંતુ પુત્ર આદિત્યએ CBIની ટીમથી એક મોબાઇલ સંતાડીને પોતાની પાસે રાખ્યો હતો. આ સમગ્ર ઘટના પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ કર્યું છે.
ઘરના લોકોને દબાણ : આ સાથે જ તેને વધુમાં જણાવ્યું છે કે, CBIની ટીમ પોતાની સાથે એક પોટલું લઈને આવી હતી. આ પોટલું તેના ઘરના લોકોને આપવા માટે દબાણ કરી રહી હતી અને સહી કરાવવા માટે મજબૂર કરી રહી હતી. તેમજ જે.એમ. બિશ્નોઈના પરિવારજનોને ધમકીઓ આપવામાં આવી રહી હતી કે તેમને નાર્કોટિક્સ કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવશે.
આ પણ વાંચો : JM Bishnoi Suicide Case : બિશ્નોઈના કેસમાં CBIને શંકાસ્પદ ડાયરી હાથ લાગી, ચોંકાવનારી વિગતો ખુલવાના સુત્રો
પિતાએ પરિવારને વચ્ચે નહીં લાવવાની કરી હતી અપીલ : પુત્ર આદિત્યએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, CBIની ટીમ દ્વારા એક માણસને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં સામેથી તેના પિતા લાઉડ સ્પીકરમાં વાત કરી રહ્યા હતા. પરિવારને વચ્ચે ના લાવવાની આજીજી કરી રહ્યા હતા, પરંતુ CBIની ટીમ દ્વારા તેમની વાત માનવામાં આવી નહોતી અને સતત જે.એમ બિશ્નોઈ પરિવારજનોને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
પુત્રએ લેટર લખતા ચકચાર : આ સાથે જ સીબીઆઇના અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે, તારા પિતાએ રાજકીય વર્ગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે. જેના કારણે તે હવે તેના પિતાનું મોઢું તેઓ ક્યારેય જોઈ નઇ શકે, આ સાથે જ તેના પરિવારને પણ ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હવે આ સમગ્ર ઘટનાને લઈને હાલ જ્યુડિશિયલ ઇન્કવાયરી શરૂ છે. એવામાં પુત્રએ લેટર લખતા ચકચાર મચી જવા પામી છે.