હાલ વર્લ્ડકપ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ત્યારે સૌકોઈ ક્રિકેટ રસિયાઓ મેચ જોવાની મજા માણી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી એક 70 વર્ષના વૃદ્ધ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ સેમિફાઇનલ મેચ પર સટ્ટો રમતા ઝડપાયા છે. રાજકોટના પરાપીપલીયા ગામ નજીક રહેતા નાથાભાઇ ચુનિભાઈ વ્યાસ પોતાના મકાનમાં મોબાઈલ પર સેશનના સોદા કરતા રંગેહાથે ઝડપાયા હતા. જેની પોલીસે ધરપકડ કરી મોબાઈલ, ટીવી, રોકડ રૂપિયા સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
![70 વર્ષના વૃદ્ધ નાથાભાઇ ચુનિભાઈ વ્યાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-10july-sattodiyo-zadoayo-av-7202740_10072019123519_1007f_1562742319_242.jpg)