રાજકોટ: સરધાર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ કાકડીયાના પિતા સ્વ.પોલાભાઈ પોપટભાઈ કાકડીયા શનિવારે સવારે મૃત્યુ પામ્યા હતા. વિપુલભાઈ તેમજ તેમના ભાઈ દ્વારા કોરોના મહામારીને લઈને તેમના પિતાની અંતિમવિધી ટુંકમાં પુર્ણ કરી વિપુલભાઈ કાકડીયા પોતાની ફરજ પર હાજર થયા હતા.
વિપુલભાઈ કાકડીયા છેલ્લા ધણા મહિનાથી સરધારની અંદર આવતા તમામ ગામોમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવે છે.અને પિતાની અંતિમવિધી બાદ પણ તરંતજ કોરોના માહામારી સામે લડવા તૈયારી બતાવી હતી.