રાજકોટના પોશ ગણાતો વિસ્તાર રામકૃષ્ણ નગરમાં સ્ટેટ વિજિલન્સ શાખાએ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ કામગીરી છેલ્લા 15 કલાકથી કરવામાં આવી રહી છે. વિજિલન્સ દ્વારા કામગીરી દરમિયાન 4 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. આ આરોપીના ઘરમાંથી લેપટોપ, ટીવી અને મોબાઈલ સહિતનો મુદામાલ પણ કબ્જે કર્યો છે.
હાલ વિજિલન્સની ટીમ આ ઇસમોની વધુ પૂછપરછ શરૂ કરી વધારે નેટવર્કને ઝડપવાના ચક્ર ગતિમાન કર્યા છે. જો સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે તો, રાજકોટના મોટા બુકીઓના પણ નામ ખુલવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.