રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ નજીકનો અંદાજીત 40 વર્ષો જૂની પાણીનો ટાંકાનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં કોઈ ન હોય મોટી જાનહાનિ ટળી હતી.
પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ અને મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના અંગેની પ્રાથમિક વિગત મુજબ પાણીની ટાંકીનો સ્લેબ ટાંકીમાં અંદર જ પડ્યો હતો માટે દુર્ઘટના ટળી હતી. ત્યાર બાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીનો ટાંકો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ આગામી દિવસોમાં વિસ્તાર માટે નવો ટાંકો બનાવવાવો કે કેમ તે અંગેનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવશે.