ETV Bharat / state

Rajkot News : દેશ માટે જીવન સમર્પિત કરનાર નિરાધાર પેન્શન માટે સરકારી ઓફિસના ખાઈ રહ્યા છે ચક્કર

રાજકોટના 98 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની મનસુખ પંચાલ પેન્શન માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઓફિસમાં અધિકારીઓ પંચાલને બોલાવીને ચા પીવડાવે રવાના કરે છે. પેન્શન માટે તેઓએ PM મોદી અને મુખ્યપ્રધાન પાસે પણ માંગણી કરી છે.

Rajkot News : દેશ માટે જીવન સમર્પિત કરનાર નિરાધાર પેન્શન માટે સરકારી ઓફિસના ખાઈ રહ્યા છે ચક્કર
Rajkot News : દેશ માટે જીવન સમર્પિત કરનાર નિરાધાર પેન્શન માટે સરકારી ઓફિસના ખાઈ રહ્યા છે ચક્કર
author img

By

Published : Feb 28, 2023, 10:08 AM IST

98 વર્ષના સ્વતંત્ર સેનાની પેન્શન માટે સરકારી ઓફિસોના ખાઈ રહ્યા છે ચક્કર

રાજકોટ : 98 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની એવા મનસુખ પંચાલે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું છે. જ્યારે તેઓ સ્વાતંત્ર સેનાની પણ છે, પરંતુ તેમને હવે પેન્શન માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમને પેન્શન માટે સરકારી ઓફિસમાં અરજી કરી છે, પરંતુ ઓફિસમાં અધિકારીઓ તેમને બોલાવે છે ચા પીવડાવે છે અને તેમ કહીને ફરી મોકલે છે કે, તમારા પેન્શનની અરજી અંગેની કામગીરી શરૂ છે. જ્યારે આ મામલે મનસુખ પંચાલે PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને વહેલી તકે તેમને પેન્શન આપવાની માંગણી કરી છે.

14 વર્ષની ઉંમરમાં ગાંધીજીને મળ્યો હતો : મનસુખ પંચાલે આ જણાવ્યું હતું કે, મેં પેન્શન માટે ઘણી વખત રજૂઆત કરી છે. હવે મને યાદ પણ નથી કે મેં કેટલી વાર આ અંગેની રજૂઆત કરી હશે. જ્યારે હું સરકારી ઓફિસમાં પેન્શન માટે જઉ ત્યારે અધિકારીઓ મને જ્યાં ચા પાણી પીવડાવે અને એમ કહે છે કે તમને અમે પેન્શન માટે બોલાવશું, પરંતુ હજુ સુધી કોઈએ પેન્શન માટે બોલાવ્યો નથી. હું જ્યારે 14 વર્ષનો હતો. ત્યારે રાજકોટ ખાતે આવેલી રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીને મળ્યો હતો. તે સમયે કસ્તુરબા ગાંધી ત્રંબા ખાતે નજર કેદ રાખવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન મારે ગાંધીજી સાથે મુલાકાત થઈ હતી, જ્યારે ગાંધીજી મારા પિતાજીને પણ ઓળખતા હતા.

આ પણ વાંચો : EPFO on Higher Pension : જો તમારે વધુ પેન્શન જોઈએ છે, તો તૈયાર થઈ જાઓ, સરકારે શરૂ કરી છે પ્રક્રિયા

11 લાખ કિલોમીટર સાયકલ પ્રવાસ કર્યો : મનસુખ પંચાલે 50 વર્ષની ઉંમર સુધી સાઇકલ ચલાવી હતી. જ્યારે 11 લાખ કિલોમીટર તેમણે દેશમાં સાયકલ લઈને પરિભ્રમણ કર્યું હતું. આ દરમિયાન તેમને ઘણા સારા અનુભવ થયા છે અને ઘણા કડવા અનુભવ થયા પણ હતા. જ્યારે જ્યાં ઝાડ મળે ત્યાં તેની નીચે સુઈ જવું સાથે બે બે દિવસ સુધી ભૂખ્યા રહેવું આવા સારા નરસા અનુભવ સાયકલ પ્રવાસ દરમિયાન થયા હતા. આ અંગે તેમને જણાવ્યું કે, સાયકલ પરિભ્રમણ અંગે મારે એક અનુભવની બુક પણ લખવું છે, પરંતુ હાલમાં મારા હાથ કંપે છે એટલે હું લખી શકતો નથી.

આ પણ વાંચો : PM Modi in Parliament: એકવાર પડોશી દેશોને પણ જુઓ, 'ફ્રીબીઝ અને પેન્શન' પર PMનું નિશાન

મને પેન્શન આપવામાં આવે તેવી માંગ : મનસુખ પંચાલે માંગણી કરી છે કે, તેમને પેન્શન આપવામાં આવે, જ્યારે આ પેન્શન તેઓ અડધું વાપરશે અને અડધું દાનમાં કરશે તેવું તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મનસુખભાઈની પરિસ્થિતિ સારી હતી. જેને લઈને તેમને પેન્શનની જરૂર નહોતી, પરંતુ હવે તેવું 98 વર્ષના થયા છે તેમજ નિરાધાર છે અને તેમને લગ્ન પણ કર્યા નથી. આ સાથે જ તેમની દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું .છે જેને લઈને હવે તેમને પેન્શનની જરૂર પડી છે, ત્યારે તેઓ પેન્શન માટે હાલ સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.