ETV Bharat / state

Chit Fund Case Rajkot: રાજ્યભરમાં 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાયો - Akram Ansari 600 crore fraud

ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાઈ ગયો છે. અંદાજીત 1500 જેટલા લોકોના નાણાં ડૂબી ગયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે, હાલ આ શખ્સની ધરપકડ કરી કડક કાર્યવાહી ચાલુ છે.

Chit Fund Case Rajkot: રાજ્યભરમાં 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાયો

author img

By

Published : Feb 17, 2023, 3:53 PM IST

રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાયો ગયો છે. જિલ્લાઓમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીના નામે લાખો લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું માહિતી મળી હતી. લોકો પાસેથી પૈસા જમા કરાવીને અંદાજીત 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી એવા અકરમ અંસારી નામના શખ્સની CID દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ આ શખ્સની ધરપકડ કરી CID દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ કરાઈ છે.

આ પણ વાંચો : ઘરનું સપનું બતાવી લોકોને કોણીએ ગોળ ચોટાડનારો કૌભાંડી ઝડપાયો

600 કરોડનું ફુલેકુ ફેરવ્યું : રાજકોટ સહિતના જિલ્લાઓમાં પાંચ વર્ષ અગાઉ વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટી નામની એક સંસ્થા આ શખ્સ દ્વારા ઉભી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ લોકો પાસેથી નાણાં જમા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સંસ્થા દ્વારા જે લોકો પાસેથી નાણાં લેવામાં આવ્યા હતા તેમને થોડી રકમ વ્યાજ સાથે આપવામાં આવી હતી. જેના કારણે વધુમાં વધુ લોકો આ સંસ્થા સાથે જોડાયા હતા અને અંતે વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીની ઓફિસે તાળા લાગી ગયા હતા. જેના કારણે લાખ્ખો લોકોના નાણાં ડૂબી ગયા હતા. જે મામલે ફરિયાદ સામે આવી હતી.

1500 જેટલા લોકોના નાણાં ડૂબી ગયા :જ્યારે આ ઘટનામાં અંદાજીત 1500 જેટલા લોકોના નાણા ડૂબી ગયા હતા. જે મામલે તે સમયે ફરિયાદ થઈ હતી પરંતુ આ કેસના આરોપીઓ દ્વારા ધરપકડ પર સ્ટે કરવામાં આવતા તેની ધરપકડ કરાઈ ન હતી. જે અંગેનો કેસ ચાલુ હતો. જ્યારે હવે કોર્ટ દ્વારા આ મામલે ધરપકડનો સ્ટે હટાવવામાં આવતા CID દ્વારા અકરમ અંસારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ મામલે CID દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો : વડાલીયા સિંહણ ગામના ખેડૂતોનું લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થયેલ વેપારી ઝડપાયો

વધુ એક ફુલેકાની ધટના : આ ઉપરાંત દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગામડાઓમાંથી મગફળી અને ચણાની ખરીદી કર્યા બાદ આહિર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી હતી. ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં ખેડૂતો પાસેથી મગફળી ચણા સહિતની જણસીની ખરીદી કરી થોડા દિવસમાં રૂપિયા આપી દેવાનો વાયદો કરી કુલ 89 લાખની છેતરપિંડી આચરી ગયો હતો. જોકે ફરીયાદના આધારે વેપારી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.