રાજકોટ: રાજકોટથી સાઉથ આફ્રિકા વેપાર કરવા ગયેલા યુવાનનું અપહરણ થયું હતું. આ યુવકને દોઢ કરોડના બદલે 30 લાખની ખંડણી આપવી પડી હતી. જોકે સમગ્ર મામલામાં રાજકોટ પોલીસની સક્રિયતાના યુવાનેે વખાણ કર્યાં હતાં.
યુવાન ઇમ્પોર્ટ બિઝનેસ માટે ગયો હતો દક્ષિણ આફ્રિકા : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી વિદેશમાં વ્યાપાર કરવા માટે જતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે રાજકોટનો એક યુવાન સાઉથ આફ્રિકા ખાતે વેપાર માટે ગયો હતો પરંતુ આ યુવક જેવો જ એરપોર્ટ ઉપર ઉતર્યો જ્યાં સાઉથ આફ્રિકાના અપહરણકર્તાઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે છેલ્લે રૂ. 30 લાખ આ યુવકની છોડવાનું નક્કી થયું હતું. જેવા જ યુવકના પિતાએ રૂ. 30 લાખ સાઉથ આફ્રિકા મોકલાવ્યા ત્યારે આ યુવકને અપહરણકર્તાઓ દ્વારા છોડવામાં આવ્યો હતો.જે હેમખેમ રાજકોટ આવી પહોંચ્યો છે.
આ પણ વાંચો વિદેશમાં ફરીવાર મૂળ નવસારીના ભારતીય યુવકની પત્નીની સામે જ હત્યા
દોઢ કરોડ રૂપિયાની કરી માંગણી : આ ઘટના અંગે ભોગ બનનાર કેયુર મલ્લિ નામના યુવકે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરું છું. ત્યારે સાઉથ આફ્રિકાથી કેટલોક સ્ક્રેપનો માલ મારે ઇન્ડિયામાં ઈમ્પોર્ટ કરવાનો હતો. જેના માટે હું સાઉથ આફ્રિકાની પાર્ટીને મળવા ગયો હતો પરંતુ આ પાર્ટીના માણસો મૂળ પાકિસ્તાનના હતા અને હું જેવો જ એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે આ શખ્સો દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અપહરણકર્તાઓ દ્વારા મને છોડવા માટે રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગી હતી. છેલ્લે 30 લાખમાં નક્કી થયું અને મારા પિતાએ 30 લાખ રૂપિયા આપતા તેઓએ મને છોડી મૂક્યો હતો.
24 કલાકમાં આરોપીઓ ઝડપાયા : વધુમાં ભોગ બનનાર કેયુરે જણાવ્યું કે જ્યારે મારા પિતાને આ વાતની ખબર પડતા તેમને ઇન્ડિયન ગવર્મેન્ટ અને રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસે આ મામલે અમારી ખૂબ જ મદદ કરી હતી. તેમના દ્વારા આફ્રિકાની અલગ અલગ એમ્બેસીનો કોન્ટેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજકોટ પોલીસે સાઉથ આફ્રિકાની પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. જેવો જ અપહરણકર્તા મને એરપોર્ટ પર મૂકી ગયા. ત્યારે સાઉથ આફ્રિકન પોલીસે મારી મદદ કરી અને મારું મેડિકલ ટેસ્ટ કરાવ્યું, ત્યારબાદ 24 કલાકમાં જ મારા અપહરણ કરનાર આરોપીને પકડી પાડ્યા હતા. જોકે અપરણ કર્તાઓ દ્વારા હજુ સુધી રૂ. 30 લાખ પરત કરવામાં આવ્યા નથી. ત્યારે ભોગ બનનાર પરિવાર પોલીસ પાસે આશા રાખી રહ્યો છે કે તેમને આપેલા રૂ. 30 લાખ રૂપિયા પરત મળશે.
આ પણ વાંચો વિદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં ગુજરાતીઓ અવ્વલ, હવે એજન્ટો પર બાજ નજર
રાજકોટ પોલીસનો આભાર માનીએ તેટલો ઓછો: પિતા : અંગે યુવકના પિતા પ્રફુલભાઈ મલ્લીએ ETVને જણાવ્યું હતું કે મારો દીકરો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે અને સાઉથ આફ્રિકાના જોનશબર્ગમાં ગયો હતો. જ્યાં જેવો જ એરપોર્ટ ઉપર તે ઉતર્યો ત્યારે ટેક્સીવાળાએ તેનું અપહરણ કરી લીધું હતું અને તેને છોડાવવા માટે દોઢ કરોડની માંગણી કરી હતી. જ્યારે અમારી પાસે પૈસા ન હોવાથી અમે રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે સાઉથ આફ્રિકાની પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમે અમારા પુત્રના ફોટા અને તેની સાઉથ આફ્રિકાની ટિકિટ સહિતની વસ્તુઓ ત્યાંની પોલીસને આપી. તેમજ રૂ. 30 લાખ અપહરણકર્તાઓને આપ્યા ત્યારબાદ અપહરણ કરતા હોત મારા પુત્રને એરપોર્ટ ઉપર છોડીને જતા રહ્યા હતા. મારો દીકરો આજે રાજકોટ પહોંચી જતા અમે રાજકોટ પોલીસનો આભાર માનીએ છીએ.