રાજકોટઃ રાજકોટમાં આંગણવાડી પેઢી મારફતે નકલી નોટ ઘુસાડીને અસલી નોટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ પછી આ મામલે રાજકોટ પોલીસ દ્વારા અગાઉ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કૌભાંડના મુખ્ય આરોપીને પોલીસ તેલંગાણાથી પકડી લાવી છે. રમેશબાબુ વેન્કટેહ કસ્તુરી નામના આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
શુ હતો આ આખો મામલો: રાજકોટનાં ડો.યાજ્ઞિક રોડ પર રહેતા લગેજ બેગના વેપારીનું રૂ 50 હજારનું આંગડીયું આંગડીયા પેઢીમાં આવ્યું હતું. જે રકમ લીધા બાદ એકસીસ બેન્કમાં જમા કરાવતા રૂ. 500ના દરની નકલી નોટ હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે એ-ડીવીઝન પોલીસે પીએમ આંગડીયા પેઢીમાં તપાસ કરી ત્યાં નકલીનોટ વટાવનાર ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચાને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં
કૌભાંડનો મુખ્ય આરોપી: આરોપીએ નકલી નોટ મંગાવી આપવામાં સંડોવાયેલા ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી, તેજશ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, વિમલ બિપીનભાઈ થડેશ્વર, તેના ભાઈ મયુરને ઝડપી લીધા હતા. આ તમામની પુછપરછમાં નકલી નોટ પુનાના પીંપરી ગામે રહેતા કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણીએ સપ્લાય કર્યાનું ખુલતા તેને પણ એ-ડીવીઝન પોલીસે પુનાથી ઝડપી લીધો હતો. જ્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી પોલીસે તેલંગાણાથી ઝડપી પાડી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
વોટ્સએપ પર થયો હતો કોન્ટેક્ટ: પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે રમેશબાબુ અને કમલેશનો પરીચય વોટ્સએપ ઉપર થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૂપિયા 7 લાખની 500ના દરની નકલી નોટ સપ્લાય થઈ હતી. જયારે કમલેશ પાસે કુલ રપિયા 17 લાખની નતલી નોટ હતી. જેમાંથી એ-ડીવીઝન પોલીસ અત્યાર સુધી અંદાજીત 15.84 લાખની નકલી નોટ કબ્જે કરી ચુકી છે. અત્યાર સુધીની તપાસમાં એવું ખુલ્યું છે કે મુળ રાજુલાના ભરત ઉર્ફે કિશોર બોરીચા આર્થિક ભીંસમાં સપડાતા નકલી નોટ શોધતો હતો. આ દરમ્યાન અન્ય આરોપીઓ સાથે સંપર્ક થતા તેને પુનાના પીંપરી ગામના કમલેશ પાસેથી સાતેક લાખની 500ના દરની નકલી મંગાવી તેમાં અસલી નોટ મીકસ કરી તેને રાજકોટ અને જામનગરની આંગડીયા પેઢીમાં વટાવી લીધી હતી.