ETV Bharat / state

Rajkot Crime News : જેતપુરમાં બાળકીની કોથળામાંથી લાશ મળી, હત્યા અને દુષ્કર્મની આશંકા સાથે સીસીટીવીના આધારે તપાસ શરૂ

રાજકોટના જેતપુરમાં બાળકીનો મૃતદેહ કોથળામાંથી મળી આવતા ચકચાર મચી છે. પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેતપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.

Rajkot Crime News : જેતપુરમાં બાળકીની કોથળામાંથી લાશ મળી, હત્યા અને દુષ્કર્મની આશંકા સાથે સીસીટીવીના આધારે તપાસ શરૂ
Rajkot Crime News : જેતપુરમાં બાળકીની કોથળામાંથી લાશ મળી, હત્યા અને દુષ્કર્મની આશંકા સાથે સીસીટીવીના આધારે તપાસ શરૂ
author img

By

Published : Mar 31, 2023, 7:49 PM IST

હત્યા અને દુષ્કર્મની આશંકા

રાજકોટ: જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી સાંજે લાપતા થયા બાદ રાત્રે પ્લાસ્ટિકની કોથળીમાં વીંટળાયેલી હાલતમાં બાળકીની લાશ મળી હતી. આ બાળકીની હત્યા કરી લાશ દાટી દીધી હોય અને બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકાએ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈને જેતપુર સિટી પોલીસે આ ઘટના સંદર્ભે બિહારી શખ્સ સહિત પાંચથી વધુ ઈસમોને સકંજામાં લીધા હોવાની પણ વિગતો સામે આવી છે.

સાંજે ગુમ થઇ બાળકી: ઘટનાની પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જેતપુર શહેરમાં આવેલ સામાકાંઠે રહેતો બિહારના વતની શ્રમિક પરિવાર દોઢેક મહિનાથી જેતપુરમાં પરિવાર સાથે રહેવા આવ્યો છે અને સાડીના કારખાનામાં કામ કરે છે. ગુરુવારે રામનવમીની રજા હતી અને પરિવાર ઘરે હતો જેમાં તેની અઢી વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી તે દરમિયાન પાંચેક વાગ્યે અચાનક ગાયબ થઈ ગઈ હતી.

સીસીટીવી કેમેરા ચેક: બાળકી જોવા ન મળતા પરિવારજનોએ આસપાસમાં બધે શોધખોળ હાથ ધરી હતી. આમ છતાં બાળકીની કોઈ ભાળ મળી ન હતી. જેતપુર પોલીસને બાળકી ગૂમ થયા અંગે જાણ કરાઈ હતી. પીએસઆઈ કે. વી. પરમાર સહિતના સ્ટાફે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલીક તપાસ આરંભી હતી. બાળકીનો પરિવાર જે કારખાના વિસ્તારમાં રહેતો હતો, ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. આ કેમેરામાં પોલીસને બાળકીને બિહારી શખ્સ લઈ જતો હોવાનું દેખાયું હતું. આે શખ્સ બાળકીના પિતા જે કારખાનામાં નોકરી કરે છે ત્યાંથી ત્રણ કારખાના દૂર આવેલા કારખાનામાં નોકરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો તેવી વિગતો મળી હતી.

આ પણ વાંચો Bihar Crime : જમાઈએ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરી હત્યા

કોથળીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો: આ બનાવમાં પોલીસ ત્યાં પહોંચી હતી અને આ બિહારી શખ્સને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરાઈ હતી. કારખાનાના કમ્પાઉન્ડમાં જ લાકડાના ઢગલા નીચે પ્લાસ્ટિકની કોથળીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીને બિહારી શખ્સ ચોકલેટ કે આવી કોઈ લાલચ આપી લઈ ગયો હતો અને ત્યારબાદ રાત્રીના દશેક વાગ્યે બાળકીની લાશ મળી હતી. જેથી બાળકીને કોઈપણ કારણોસર હત્યા નિપજાવી અથવા તેની સાથે કંઈપણ અઘટિત કૃત્ય–દુષ્કર્મ થયું હોય અને બાળકીનું મૃત્યુ નિપયું હોય તેવી પણ પોલીસને આશંકા ઉપજી હતી.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ: બાળકીના શરીર પર કપડાં પહેરેલા હતાં પરંતુ નાકમાંથી લોહી વહી ગયું હતું. આ બનાવમાં અન્ય કોઈ શરીરના બાહ્ય ભાગે ખાસ ઈજા દેખાઈ ન હતી. મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને પ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ત્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ શકય ન હોવાથી વહેલી સવારે બાળકીના મૃતદેહને લઈને પોલીસ ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

આ પણ વાંચો Girl raped in Bijnor: દસ વર્ષના છોકરાએ આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું

હત્યાનું કારણ: આ ઘટનામાં ફોરેન્સિક પીએમ થયા બાદ બાળકીના મોતનું ચોકકસ કારણ બહાર આવશે કે જેમાં તેની સાથે દુષ્કર્મ થયું હતું કે કેમ તે પણ રિપોર્ટ બાદ જ ખૂલવા પામશે તેવું પોલીસે જણાવ્યું છે. હાલના તબકકે આવા કોઈ કારણોસર જ હત્યા થઈ હોઈ શકે તેવી આશંકાઓ દર્શાવાઈ રહી છે. આ સાથે બીજી તરફ પોલીસે જે શખ્સ બાળકીને લઈ જતો હતો તેને ઉપરાંત કારખાનામાં સાથે કામ કરતાં અન્ય ચારથી પાંચ પરપ્રાંતીય શખ્સોને સકંજામાં લઈને પૂછપરછ હાથ ધરી છે.

કારખાનામાં રજા હતી: રામનવમીની રજા હોવાથી કારખાનામાં રજા પડાઈ હતી. જેથી કારખાના માલિક કે કોઈ જવાબદારો હાજર હતા નહીં. કારખાનામાં નોકરી કરતા પરપ્રાંતીય શ્રમિકો કમ્પાઉન્ડમાં બંધાયેલી ઓરડીમાં રહે છે. તહેવાર નિમિતે અન્ય શ્રમિકો રથયાત્રા જોવા માટે ગયા હતા. જેમાં બાળકીને લઈ જનાર શખસ કારખાનામાં હતો. બાળકી ગુમ થયા બાદ તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ મોડી સાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો. પોલીસને જાણ કરાતાં પોલીસ માટે ત્યાંના સીસીટીવી કેમેરા મદદરૂપ બન્યા હતા. નજીકના કારખાનામાં રહેતો બિહારી શખસ બાળકીને લઈને જતો દેખાયો હતો અને પોલીસ મૂળ સુધી પહોંચી હતી.

અંગત તકરારની પણ તપાસ: જેતપુરમાં બાળકીની જે રીતે લાશ મળી છે તે જોતા હત્યા નિશ્ચિત છે. કારણ કે પ્લાસ્ટિકની કોથળીમાં વીટળાયેલી અને લાકડાના ઢગલા નીચે છૂપાવેલી હાલતમાં લાશ મળી હતી તે જોતા બાળકીનું મૃત્યુ થયા બાદ લાશને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને છૂપાવી દીધી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં કદાચિત હત્યારાઓએ એવો ઈરાદો હોઈ શકે કે મોકો મળ્યા બાદ પ્લાસ્ટિકની કોથળી લાકડાના જથ્થા નીચેથી કાઢીને આ લાશને સળગાવી દેવી અથવા તો અન્યત્ર ફેંકી દેવી જેથી પોતાના પાપનો ઘડો બહાર ન આવે. 'જો' અને 'તો' જેવી વાતો હાલ વહેતી થઈ છે. મૃતકના પિતા અને આરોપી બન્ને બિહારના વતની હોવાથી બન્ને વચ્ચે કોઈ કારણોસર ખટરાગ ચાલતી હોય અને બદલો લેવા પણ આવું કૃત્ય કરાયું નથી ને તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.