રાજકોટ શહેરમાં બેન્કમાં પૈસા જમા કરાવવા આવેલા વેપારી પાસેથી 500 રૂપિયાના દરની નકલી નોટ ઝડપાયા ફફડાટ ફેલાયો છે. ત્યારે આ મામલે બેન્ક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો ભાવનગરમાં 1 કરોડ 39 લાખની નકલી નોટ ઝડપાઇ, બજારમાં ફરે એ પહેલાં પાંચ ઝડપાયા ત્રણ ફરાર
નકલી નોટઃ રાજકોટમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા આવેલા વેપારી પાસેથી રૂ.500ના દરની નકલી નોટ ઝડપાવાની ઘટના સામે આવી છે. જેને લઈને બેંક કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે વેપારી પાસે પણ રૂ.500ના દરની નકલી નોટ છે તેની જાણ તેમને બેંકના કર્મચારીઓએ કરી ત્યારે ખબર પડી. હાલ આ મમાલે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. તેમજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તપાસમાં થયો ખુલાસો મળતી માહિતી અનુસાર, શહેરના યાજ્ઞિક રોડ એક ખાનગી બેન્કની બ્રાન્ચમાં બેન્કના ખાતેદાર સંદિપકુમાર કાંતિલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. ત્યારે તેમણે રૂ. 500ના દરની કુલ 26 નોટ બેન્કમાં જમા કરાવી હતી. તેને લઈને બેન્કના કેશિયરે આ 500 રૂપિયાની નોટ ચેક કરી હતી. તો આમાંથી રૂ. 500ના દરની કુલ 25 નોટ નકલી હોવાનું તેમની તપાસમાં ખૂલ્યું હતું.
આ પણ વાંચો સુરત પોલીસે દિલ્હીમાંથી વધુ 17 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી
વેપારીને આ બાબતે કોઈ પ્રકારની જાણ ન હોવાનું જણાવ્યું આ મામલે નોટ જમા કરાવવા આવેલા સંદિપ સાપરીયાને પૂછતા આ નકલી નોટ છે તેમને આ અંગે જાણ જ નહતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલે બેન્કના કર્મચારીએ બ્રાન્ચ મેનેજર મેહુલ પારેખને જાણ કરી હતી.
ATMમાંથી પણ 6 નકલી નોટ મળી આવી જ્યારે હજી બેન્કમાં પૈસા જમા કરાવેલા ગ્રાહક પાસેથી નકલી નોટ મળવાનો મામલો પૂરો નહોતો થયો. ત્યાં બેન્કના એક ATMમાંથી બેન્કકર્મીને રૂ. 500ના દરની કુલ 6 નકલી નોટ જમા કરાવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવતા આ નકલી નોટ પણ બેન્કમાં રૂપિયા જમા કરાવવા આવેલા સંદિપ સાપરિયાએ જ ATMમાં જમા કરી હતી. આ સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં બેન્કના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.