ETV Bharat / state

Rajkot Crime : બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી ધોરાજી સેશન્સ કોર્ટ - Dhoraji Police

રાજકોટના ઉપલેટા તાલુકામાં વર્ષ 2020 માં બનેલ બળાત્કારના કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ કરતો હુકમ કર્યો છે. જાણો સમગ્ર વિગત...

Rajkot Crime
Rajkot Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 8:33 AM IST

Updated : Sep 7, 2023, 8:56 AM IST

ઉપલેટા બળાત્કાર કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને સજા ફટકારી

રાજકોટ : ગત 5 ઓક્ટોબર 2020 ના એક પિતાએ પોતાની પુત્રી સાથે બળાત્કાર થયા અંગેની બાબત સામે આવતા આ અંગેની એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 3 ઓક્ટોબર 2020 ના તેઓ પોતાના ઘરે સૌ કોઈ સાથે જમેલા અને રાત્રે ઊઠીને જોયું તો તેની દીકરી પોતાની પથારીમાં હતી નહીં. આ બનાવમાં આરોપી કૈલાશ ભુપતભાઈ મણવરના ઘરે તપાસ કરતા તે પણ ઘરે મળી આવતો ન હતો. જેથી આ મામલે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેની તપાસ તત્કાલીન ઉપલેટા PI કે.જે. રાણાએ કરેલી હતી અને મુદત હરોળ ચાર્જશીટ કરી હતી.

ભોગ બનનારની જુબાની : ઉપલેટામાં થયેલ બળાત્કારની બાબતમાં નોંધાયેલ પોલીસ ફરિયાદમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં ભોગ બનનાર બાળકીના પિતા ફરી ગયા હતા. જેમાં સરકારના કેસને સમર્થન આપ્યું નહોતું. ઉપરાંત ભોગ બનનાર સગીરે પણ જુબાનીમાં પોતે પોતાની સાથે બળજબરી થઈ ન હોવાનું જણાવ્યું હતું. આરોપીને પણ તેણે ઓળખવાનો ઈનકાર કર્યો હતો.

સરકારી વકીલની દલીલ : આ તબક્કે સરકારી વકીલ તરીકે કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, આરોપી સામેનો ગુનો પુરવાર છે. જેમાં પોક્સો એક્ટ માટે સાબિતીનો બોજો આરોપી ઉપર રહે છે. તેમજ ભોગ બનનારની જન્મ તારીખથી બનાવ સમયે ભોગ બનનાર હોય તે પુરવાર કરવાની જવાબદારી સરકાર પક્ષે હોય છે. નિર્દોષતા પુરવાર કરવાની સાબિતીનો બોજો આરોપી ઉપર હોય છે.

કોર્ટની કાર્યવાહી : આ તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઇ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લા શેખે આરોપી કૈલાશ ભુપત મણવર વિરુદ્ધનો ગુનો પુરવાર થયેલ માન્યો હતો. તેઓએ ઠરાવેલું હતું કે, સર્વોચ્ચ અદાલતના પી યુવા પ્રકાશ વિરુદ્ધ સ્ટેટના ચુકાદા 2023 લાઈવ સુપ્રીમ કોર્ટ 538 ના પેરેગ્રાફ 13 માં ઠરાવ્યા પ્રમાણે જ્યારે જન્મ મરણ નોંધણી અધિકારીનો દાખલો હોય, ત્યારે તેને ન માનવાનું કોઈ કારણ નથી. આ રીતે ભોગ બનનારની જન્મ તારીખ પુરાવો છે અને The conviction for rape can be sustained solely on the basis of the statement of prosecutics is by now almost axiomatic ના સર્વોચ્ચ અદાલતના સિદ્ધાંતોને ધ્યાને લઈ અને પોક્સો એક્ટની કલમ 29 મુજબ આરોપીએ જાતે નિર્દોષ હોવાનું પુરવાર કરવાનું રહે છે. કલમ 164 ના નિવેદન તથા અન્ય પુરાવાને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવેલ છે.

આરોપીને સજા : આ કેસમાં આરોપી તરફથી ભોગ બનનાર સાથેના ફોટોગ્રાફ રજૂ કરેલા અને પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો હતો. તે અંગે ભોગ બનનારે જણાવેલ કે, આ ફોટોગ્રાફમાં દેખાતી વ્યક્તિ મારા જેવી છે. પરંતુ હું નથી અને તેમણે આ કેસના આરોપી સાથે કોઈ લગ્ન કરેલા નથી. તેમજ ઉલટ તપાસમાં પૂછાયેલા પ્રશ્નોને વિશેષ ધ્યાને લઇ અદાલતે આરોપી કૈલાશ ભુપતભાઈ મણવરને 20 વર્ષની સજા તથા રૂપિયા 50,000 દંડ ફટકાર્યો છે.

  1. ધોરાજી સેશન્સ કોર્ટે ગૌ હત્યા કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારી
  2. Rajkot Crime: ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સજા

Last Updated : Sep 7, 2023, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.