ETV Bharat / state

Rajkot Crime : ધોરાજી સેસન્સ કોર્ટે પોકસો કેસ આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો - ચાઈલ્ડ વેલ્ફેર કમિટી

રાજકોટના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામના દુષ્કર્મના પોક્સો કેસની અંદર ધોરાજી સેસન્સ કોર્ટ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સાથે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને 2,50,000 ભોગ બનનારને ચૂકવવાનો આદેશ કર્યો છે.

Rajkot Crime : ધોરાજી સેસન્સ કોર્ટ પોકસો કેસ આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 7:43 PM IST

Updated : Jan 8, 2024, 8:34 PM IST

ધોરાજી સેસન્સ કોર્ટ

રાજકોટ : ઉપલેટા તાલુકામાં વર્ષ 2022 માં દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ભાયાવદર પોલીસ મથકમાં આ સમગ્ર મામલે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ પોકસો કેસ ધોરાજી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ધોરાજી સેસન્સ કોર્ટના જજ દ્વારા દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમોમાં તકસીરવાન ઠરાવી ઉપલેટા તાલુકાના ખારચીયા ગામના સાગર ભીખુભાઈ પંચાસરા નામના વ્યક્તિને 20 વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે.

દંડ પણ ફટકારાયો : આ 50,000 દંડની રકમ માંથી આરોપીએ 45,000 ની રકમ ભોગ બનનારને ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ સાથે જ સેસન્સ કોર્ટ દ્વારા ચાઈલ્ડ વેલફેર કમિટીને પણ રૂપિયા 2,50,000 હજાર ભોગ બનનારને ચૂકવવાનો આદેશ કરતો હુકમ કરેલ છે.

ડીવાયએસપીએ કરી હતી તપાસ : આ અંગે માહિતી આપતા ધોરાજી સેસન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જણાવ્યું છે કે, આ કેસમાં ભોગ બનનાર રાત્રિના તેમના ઘરે ન મળતા સમગ્ર બાબતે તેમના પિતાએ ભાયાવદર પોલીસ મથકના સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ભોગ બનનાર દલિત સમાજમાંથી આવતા હોય જેથી આ અંગેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કેડરના અધિકારી દ્વારા ચલાવવાની હોય જેથી આ સમગ્ર બનાવ અને કેસની તપાસ DYSP મહર્ષિ રાવલ દ્વારા ચલાવવામાં આવેલ હતી. આ કેસના ટ્રાયલમાં પુરાવાઓના આધારે સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવીને સજાનો હુકમ કર્યો છે.

એટ્રોસિટીના પણ ચાર્જિસ : આ કેસમાં વિશેષ રીતે ભોગ બનનાર દલિત સમાજની હતી એટલે એટ્રોસિટીના પણ ચાર્જિસ હતાં. ત્યારે ઉપલેટા તાલુકાના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી કે માર્ચ 2022 ના રાત્રે તે તથા તેના નાના ભાઈ ઘરે સુતા હતાં ત્યારે મોડી રાત્રે જાણવા મળ્યું કે ભોગ બનનાર દીકરી ઘરે નથી ત્યારે શંકાના આધારે સાગર ભીખુભાઈ પંચાસરા સામે ફરિયાદ આપેલી હતી જેમાં આ ફરિયાદ આપતા પહેલા પંદર દિવસ સુધી શોધખોળ કરી હતી પરંતુ દીકરી મળી આવેલી ન હતી.

મેડિકલ એવિડન્સ રજૂ થયાં : આ બનાવમાં એટ્રોસિટી લગતો ગુનો નોંધાતા આ ગુનાની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલને સોંપવામાં આવેલ હતી. જેને આ તપાસમાં તેમણે ભોગ બનનારના અને આરોપી સાગરના કપડાં કબજે કરેલા તથા મેડિકલ એવિડન્સ પણ ડોક્ટર મારફતે મેળવેલા હતા. આરોપી સાગર પંચાસરાએ માર્ચ 2022 માં નોટરી પી.એમ. લઘા રૂબરૂ સોગંદનામુ કરેલું હતું કે, હવે પછી તે કોઈ દિવસ ભોગ બનનારના પરિવારને હેરાન પરેશાન નહીં કરે અને તેનાથી દૂર રહેશે.

સોગંદનામાં પર ભાર : આ બનાવના કેસમાં સરકાર પક્ષે રહેલ ધોરાજી સેસન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી આ સોગંદનામાં પર ભાર મૂકવામાં આવેલો અને સાથે-સાથે ભોગ બનનારનું વિશ્વસનીય પુરાવો તેમની મૌખિક જુબાની તેમનું કલમ 164 નું નિવેદનને ધ્યાને લેવામાં આવે અને તેનાથી વિશેષ સાયન્ટિફિક એવિડન્સમાં, ભોગ બનનારની લેગીન્સમાંથી માનવ વીર્યની હાજરી મળેલી હતી અને તે વીર્યનું રૂધિરજૂથ આરોપીના રૂધિર સાથે મળતું હોય તે અત્યંત વિશ્વસનીય પુરાવો સજા કરવી જોઈએ તેવી દલીલો કરી હતી.

20 વર્ષની સજા : આ કેસમાં કેસ નંબર PCSO/8/2022 મા ધોરાજીના સેસન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ અલીહુસેન મોહીબુલ્લા શેખ દ્વારા તમામ પુરાવાની ગુણદોષ ઉપર ચર્ચા કરી અને આરોપી સાગર ભીખુભાઈ પંચાસરાને 20 વર્ષની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ ફટકારેલ છે અને સાથે ચાઈલ્ડ વેલફેર કમિટીને પણ રૂપિયા 2,50,000 હજાર ભોગ બનનારને ચૂકવવાનો આદેશ કરતો હુકમ કરેલ છે.

  1. Rajkot Crime: ઉપલેટાની સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ધોરાજી સેસન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
  2. Rajkot Crime : બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી ધોરાજી સેશન્સ કોર્ટ

Last Updated : Jan 8, 2024, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.