રાજકોટ : નશાનો વેપલો કરનાર વ્યક્તિઓ જાણે બેફામ બન્યા હોય તેમ દિવસેને દિવસે નશાકારક વસ્તુઓ ઝડપાઈ રહી છે જેમાં ગાંજો પણ ઝડપાઈ રહ્યો છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સામે આવ્યો છે. જેમાં ઓરિસ્સા રાજ્યનો વ્યક્તિ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ચરસના જથ્થા સાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
એક કિલોથી વધુ ચરસનો જથ્થો પકડાયો : આ ઝડપાયેલ વ્યક્તિ કંઈક અજુગતું કરે તે પહેલા રાજકોટ રૂરલ એસઓજી પોલીસે ચરસના જથ્થા સાથે ઓરિસ્સા રાજ્યના વતની વિશ્વજીત ઉર્ફે કાના કૈલાશચંદ્ર ગૌડાને એક કિલો ઉપરાંતના ચરસના જથ્થા સાથે ઝડપી લીધો છે. આ ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ રૂરલ એસઓજી પોલીસે એનડીપીએસના ગુના હેઠળ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને તેમની અટકાયત કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
એનડીપીએસ એક્ટમાં ગુનો નોંધાયો : હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો એક તરફ ઉત્સવ અને ઉજવણીની તૈયારીઓ અને ઉત્સવમાં જોડાયેલા હોય છે. ત્યારે બીજી તરફ નશાનો વેપલો કરનારા નશાનો કારોબાર ચલાવી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી નશાકારક ચરસના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાતાં સમગ્ર વિસ્તારની અંદર સનસનાટી મચી ગઈ છે. ત્યારે હાલ આ સમગ્ર બાબતે પોલીસે દ્વારા ઓરિસ્સા રાજ્યના વિશ્વજીત ઉર્ફે કાના કૈલાશચંદ્ર ગૌડા સામે એનડીપીએસ એક્ટ કલમ 8(C), 20(B), (2-C) મુજબ ગુનો દાખલ કર્યો છે અને તેમની પાસેથી એક કિલો અને સો ગ્રામ જથ્થો તેમજ એક મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 1, 72,590/- નો મુદ્દામાલ કબ્જે કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે.
સરદાર ચોરમાં વેચવા આવેલો : રાજકોટ રૂરલ એસઓજી પીએસઆઈ બી. સી. મિયાત્રાએ જણાવ્યું હતું કે તેઓ તેમના S.O.G. સ્ટાફ સાથે સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના સર્કિટ હાઉસ ખાતે આવતા બાતમી મળી હતી કે, ધોરાજી શહેરના સરદાર ચોક ખાતે એક વ્યક્તિ માદક પદાર્થનો જથ્થો રાખી તેની ડીલિવરી કરવા માટે આવેલ છે.
આ ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળતા સમગ્ર બાબતે કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યા પરથી એક કિલો અને સો ગ્રામના જથ્થા સાથે ઓરિસ્સા રાજ્યના એક વ્યક્તિને ઝડપી લીધો છે. તેમની સામે N.D.P.S. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે...બી. સી. મિયાત્રા (પીએસઆઈ, રાજકોટ રુરલ એસઓજી )
સ્થાનિક પોલીસ સામે શંકા : હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે એક તરફ લોકો ઉજવણીઓ તેમજ ઉત્સવોમાં જોડાયેલા છે તો બીજી તરફ નશાનો વેપલો કરનાર અને કાળો કારોબાર ચલાવનાર વ્યક્તિઓ પોતાનું કારસ્તાન ચલાવવા માટે અને નશાનો વેપલો ચલાવવા માટે સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટના હાલ ધોરાજી શહેરમાંથી જથ્થો ઝડપાતા સમગ્ર પંથકની અંદર ભારે તરખાટ મચી ગયો છે ત્યારે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવામાં આવ્યો હતો અને કેટલા સમયથી આ સમગ્ર કામગીરીઓ ચાલી રહી છે તેને લઈને પોલીસે દ્વારા ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કર્યા છે તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ લોકોએ સવાલ ઉભા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.