રાજકોટ : રાજકોટમાં ટ્રાફિક પોલીસ જાણે પોતાના ફરજનું ભાન ભૂલી હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી હોય છે. એવામાં શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક ટ્રાફિક વોર્ડન પૈસા ઉઘરાવીને ફરજ પર હાજર ટ્રાફિક પોલીસને આ પૈસા આપતા હોય અને ત્યારબાદ પોલીસ હિસાબ કરતા બાદ આ ટ્રાફિક પોલીસને સીસીટીવી વિડીયો ત્રણ દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
સીસીટીવી વિડીયો સામે આવ્યા : ્યારે આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તાત્કાલિક આ સીસીટીવી વીડિયોમાં દેખાતા એક મહિલા પોલીસ કર્મી સહિત બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમ જ તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. જોકે રાજકોટમાં ટ્રાફિક પોલીસ પૈસા ઉઘરાવીને આપવામાં આવતા હોવાનો સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા હતાં. જેમાં એક મહિલા પોલીસ કર્મી તેમજ પોલીસ હેડ કોસ્ટેબલ અને ત્રણ ટ્રાફિક વોર્ડન જોવા મળતા હતાં. જ્યારે પોલીસ કર્મી દ્વારા આ ટ્રાફિક વોર્ડનને પૈસા આપવામાં આવતા હોય તેઓ વિડિયોમાં જોવા મળી રહ્યું હતું. આ વિડીયો જોતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે પૈસા આપતા હોય તે કોઈ હોટલમાં બિલની ચુકવણી કરતા હોય તેવું લાગી રહ્યું નહોતું. આ પ્રકારના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ પોલીસ કમિશનરે આ બાબતે ગંભીરતા લઈને તાત્કાલિક વીડિયોમાં જોવા મળતા હેડ કોસ્ટેબલ ઉમેદ ગઢવી, જ્યારે મહિલા પોલીસ કોસ્ટેબલ કાજલ મોલિયાને સસ્પેન્ડ કર્યા હતાં...જે. બી. ગઢવી, (ACP, ટ્રાફિક વિભાગ રાજકોટ)
TRB જવાનો માટે યોજાય છે સેમિનાર: ટ્રાફિક એસીપી જે બી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ટીઆરબી જવાનોને જ્યારે શહેરમાં બપોરના સમયે રવિવારના ટ્રાફિક ઓછો હોય તે દરમિયાન મોટીવેશનલ સ્પીકર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પબ્લિક ફીલિંગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. જેમાં સામાન્ય જનતા સાથે કેવી રીતના વર્તન કરવું સહિતની બાબતો સમજાવવામાં આવે છે. તેમજ રવિવારે આવો સેમિનાર યોજવામાં આવતો હોય છે.
ટ્રાફિક વોર્ડનો બેફામ: ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એકતરફ ટ્રાફિકની સમસ્યાના કારણે વાહનચાલકો પરેશાન છે બીજી તરફ ટ્રાફિક વોર્ડનો બેફામ બનીને શહેરમાં પૈસાની ઉઘરાણી કરી રહ્યા હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવી રહ્યા છે. જેને લઇને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.