રાજકોટઃ રાજ્ય સરકારે તમામ જિલ્લાની જેલમાં ચેકિંગ કર્યું હતું. પણ માત્ર ચેકિંગ કરવાથી કામ અટકતું નથી. રાજકોટની જિલ્લા જેમાંથી મોબાઈલ અને તમાકું મળી આવતા જેલતંત્ર સામે સુરક્ષાના મામલે સવાલ થયા છે. કારણ કે, આવી વસ્તુઓ જેલમાં પ્રતિબંધિત હોય છે. કોઈ કેદીને આવી વસ્તુ વાપરવા અંગેનો કોઈ પરવાનો નથી. જેલમાં બંધ એક કેદીને તેની ભાભી દ્વારા કપડામાં સંતાડીને તમાકુ મોકલવામાં આવ્યું હતું. જેનો પર્દાફાશ થતા પોલીસે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. હાલ આ સમગ્ર મામલે રાજકોટની પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં આરોપી તથા એના સગા સામે પૂછપરછ થશે. આ મામલે ETV BHARAT દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના PI મેહુલ ગોંડલિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન રિસિવ ન હતો થયો.
મહિલાની પણ સંડોવણીઃ રાજકોટ જિલ્લા જેલમાં ગીતા નામની મહિલા કેદી તરીકે સજા કાપી રહી છે. જેની પર પોલીસને આશંકા જતા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી મહિલાએ પોતાની પાસે રહેલો મોબાઈલ ઉઘાડો પડતા ચકચાર મચી ગઈ હતી. પણ હવે સવાલ તો જેલ તંત્ર ઉપર પણ થઈ રહ્યા છે કે, આ મોબાઈલ જેલમાં કેવી રીતે આવ્યો? ગીતાએ જેલમાંથી કોની કોની સાથે મોબાઇલમાંથી વાત કરી છે. બીજી તરફ જેલમાં મોબાઇલ મળવાને મામલે જેલ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
1. Tanmya Adopted: રાજકોટ બાલાશ્રમની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
2. Ahmedabad News: મોબાઈલ રીપેરીંગની દુકાનમાંથી મળ્યા બીલ વગરના 68 મોબાઈલ, તપાસ શરૂ
3. State Monitoring Cell Raids: મકરપુરામાં વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 11 સામે ફરિયાદ
તમાકુંની પડીકીનું ડિલિંગઃ બીજા એક કેસની વાત કરવામાં આવે જેલમાં બંધ એવા મુકેશ જોગીયા નામના કેદીને તેની ભાભી કપડા આપવા માટે આવી હતી. જે દરમિયાન જેલ કર્મીઓ દ્વારા આ કપડાની જડતી લેવામાં આવતા તેમાંથી તમાકુની પડીકીઓ મળી આવી હlતી. જ્યારે 10 કરતાં વધારે તમાકુઓની પડીકી મળી આવતા જેલ પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવી હતી. જ્યારે મુકેશ જોગીયાની ભાભી એવી કલ્પના જોગીયા દ્વારા જેલની અંદર તમાકુ પહોંચાડવાનું પ્રયત્ન કરવામાં આવ્યો હતો.