રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાંથી બે ઇસમોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ બંને ઇસમોને ઝડપી પાડતા તેમને રાજકોટ, જામનગર મોરબી સહિતના અલગ-અલગ શહેરોમાંથી અંદાજિત 12 જેટલા ગુનાઓ આચર્યાની કબુલાત આપી છે.
![રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા ગુન્હેગાર ઝડપી પાડ્યા, 12 ચોરીના ભેદ ઉકેલાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-criminal-av-7202740_11082020175256_1108f_1597148576_93.jpg)
જ્યારે ઝડપાયેલા બે આરોપીમાંથી એક આરોપી મધ્યપ્રદેશના ઈંદોરમાં 13 જેટલા ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે બંનેને ભાવનગર રોડ ઉપર આવેલા ITI નજીકથી ઝડપી પાડયા છે. ઝડપાયેલૈ આરોપીમાં બારમસિંગ ઉર્ફ રમેશ લીમસિંગ પંચાલ, કાલી ઉર્ફ કાલિયો થાનસિંગ મનલોઈનો સમાવેશ થાય છે. આ બન્ને ઈસમો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે.
![ચોર પાસેથી મુદ્દામાલ જપ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-criminal-av-7202740_11082020175256_1108f_1597148576_222.jpg)
મુખ્યત્વે ઈસમો કોઈપણ શહેરની નજીકમાં આવેલા ખેતર દિવસે ભગિયા તરીકેનું કામ કરતા હતા અને રાત્રી દરમ્યાન શહેરમાં ચોરી પણ કરતા હતા. તેમજ ચોરી કર્યા બાદ ચોરીના રોકડ રૂપિયા પોતાની પાસે રાખતા, જ્યારે દાગીના પોતાના વતનમાં જઇને વેચી નાખતા હતા. હજુ પણ આ ગેંગના વધુ ત્રણ ઈસમોને ક્રાઈમબ્રાન્ચ શોધી રહી છે.