ETV Bharat / state

Rajkot Crime : શહેરમાં દિલ્હી જેવી ઘટના થતા અટકી, નર્સને ઢસડીને દુષ્કર્મનો પ્રયાસ - માધાપરમાં નર્સ પર રેપનો પ્રયાસ

રાજકોટમાં દિલ્હી જેવી દુષ્કર્મની ઘટના (Rajkot Crime Attempt) અટકી છે. શહેરના માધાપર ચોકડી નજીક હોસ્પિટલમાં કામ કરતી નર્સને અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીને પકડીને ઢસાડીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. (Rajkot Crime News)

Rajkot Crime : શહેરમાં દિલ્હી જેવી ઘટના થતા અટકી, નર્સને ઢસડીને દુષ્કર્મનો પ્રયાસ

author img

By

Published : Jan 23, 2023, 2:02 PM IST

રાજકોટ શહેરમાં દિલ્હી જેવીદુષ્કર્મની ઘટના થતી અટકી

રાજકોટ : દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ એક યુવતીને ઢસડીને તેની હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી. એવામાં રાજકોટમાં જ આ પ્રકારની ઘટના થતા સહેજ માટે અટકી ગઈ છે. શહેરના માધાપર ચોકડી નજીકથી આગળ અવાવરું જગ્યાએથી હોસ્પિટલમાં કામ કરતી નર્સ પોતાના ઘરે ઘરે જઈ રહી હતી, તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીને પકડીને ઢસાડવામાં આવી હતી અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે યુવતીએ આ શખ્સનો પ્રતિકાર કરતા તે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટની ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gadarpur rape attempt: મકાન માલિકે સૈનિકની પત્ની પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો, મહિલાએ તેનું નાક કાપી નાખ્યું

સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે બજાવે છે ફરજ : રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી મહાવીર રેસિડેન્સીમાં તાજેતરમાં જ રહેવા આવેલી યુવતી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની હતી. આ યુવતી શહેરની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરવા છે. જ્યારે બે દિવસ પહેલા તે રાત્રે 8થી 8:30 વાગ્યાના અરસામાં તે પોતાની સાંજની નોકરી પૂર્ણ કરીને રિક્ષામાં પરત ઘેર જઈ રહી હતી. જ્યારે માધાપર ચોકડી નજીક તે રિક્ષામાંથી ઉતરીને ચાલીને પોતાના કોમ્પલેક્ષમાં જઈ રહી હતી. એવામાં અચાનક જ યુવતી પાછળથી દોડીને આવેલા શખ્સે તેને પછાડી દઈને તેને ઢસડાવી હતી. ત્યારબાદ ઢસડતાં ઢસડતાં તે હેવાન બાજુમાં જ આવેલી અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં તેના ઉપર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ આ અજાણ્યા શખ્સનો હિંમતભેર સામનો કરતા પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ આ શખ્સ અહીંથી ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચો : Crime news: ધોરણ 12ની વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો બનાવી 3 યુવકોએ આચર્યું દુષ્કર્મ

પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે : સ્થાનિક આ ઘટના અંગે મહાવીર રેસીડેન્સીમાં રહેતી કોમલબેન પ્રણવભાઈ કોઠારી નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની એક મહિલા સાથે આ ઘટના બની છે. જેમાં રાતના આઠ વાગ્યાની આસપાસ જે ખૂબ જ નોર્મલ ઓફિસ ટાઈમ કહેવાય તેવા સમયે આ ઘટના બની છે. જ્યારે અમારી તંત્ર પાસે એક જ માંગ છે કે અહીંયા રોડ રસ્તા અને લાઈટો તાત્કાલિક નાખવામાં આવે. જેના કારણે આ પ્રકારની ઘટનાઓ અહીં બને નહીં. આ સાથે જ રાત્રિના સમયે અહીંયા પોલીસ પેટ્રોલિંગ પણ આપવામાં આવે, જેથી મહિલાઓ સુરક્ષિત રહી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.