રાજકોટ: રાજકોટ દક્ષિણના ધારાસભ્ય એવા ગોવિંદ પટેલના લેટર બૉમ્બ બાદ રાજકારણમાં (MLA Govind Patel accused police commissioner )જબરો ગરમાવો આવ્યો છે. જયારે આજે ગોવિંદ પટેલ ગાંધીનગર ખાતે આ મામલે સરકારને રજૂઆત કરવા માટે ગયા છે. આ સાથે જ રાજકોટ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ (Serious allegations by Congress leader Indranil)આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે.
પોલીસ કમિશનર ભાજપ સરકારના એજન્ટ
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક ફરિયાદ માટે 15 ટકા રકમ લેવામાં આવી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા લેટર લખીને આક્ષેપ (MLA Govind Patel accused police commissioner )કરવામાં આવ્યા છે. જ્યારે આ આક્ષેપોને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ અને રાજકોટ પૂર્વ બેઠકના ધારાસભ્ય તેમજ રાજયકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણીએ(Minister of State Arvind Raiani) સમર્થન આપ્યું છે. સમગ્ર મામલે હવે દિગગજ નેતાઓ દસર સમર્થન આપવામાં આવતા મામલો ખુબ જ ગરમાયો છે. ત્યારબાદ આજે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસ નેતા ઇન્દ્રનીલ દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે.
આ પણ વાંચોઃ ક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા
અધિકારીઓમાં દાખલારૂપ બેસે તેવી કાર્યવાહી થાય
ઇન્દ્રનીલ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે જ્યારે રૂપાણી સરકાર હતી. ત્યારે રાજકોટ પોલીસ અને કલેક્ટર દ્વારા ધાક ધમકીઓ આપીને ઘણા બધા લોકોની જમીનો પડવામાં આવી છે. પોલીસ કમિશનર ભાજપ સરકારના એજન્ટ છે. તેમજ આવા અધિકારીઓને સરકાર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને IPS અધિકારીઓમાં દાખલારૂપ બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે જ ઇન્દ્રનીલે વધુમાં જણાવ્યું હતું કે જો ગોવિંદભાઈ અને રામ મોકરિયા તેમજ અરવિંદ રૈયાણી લોકોના સાચા સેવક હોય તો પોલીસ કમિશનરનો સસ્પેન્સનનો ઓર્ડર લઈને ગાંધીનગરથી આવે.
આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: ધારાસભ્ય ગોવિંદ પટેલ મનોજ અગ્રવાલ સામે લખેલા પત્ર અંગે સરકારને કરશે રજૂઆત