રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી બેઠક (Rajkot Corporation Standing Committee Meeting ) મળી હતી. જેમાં અલગ અલગ દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી. રૂ 1 કરોડથી વધુના વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આચારસંહિતા પૂર્ણ થયાં બાદ આ પ્રથમ બેઠક હતી. જેમાં રાજકોટના અલગ અલગ કામો માટેની દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે. તેમજ વહેલાસર આ કામો પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો રાજકોટમાં એકસાથે 5 વાહનોનો અકસ્માત થતાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનોમાં તોડફોડ કરનાર 1ની અટકાયત
14 દરખાસ્તોને મંજૂરી અપાઈ રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી બેઠક (Rajkot Corporation Standing Committee Meeting ) ની કમિટીમાં 14 જેટલી અલગ અલગ દરખાસ્તો આવી હતી. જેને મંજૂર કરવામાં આવી (14 Proposals Approved by RMC ) છે. રૂ.1 કરોડના વધુના ખર્ચની આ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકાનો જે એજન્સી ડેટા તૈયાર કરે છે તેની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખ કરીએ કે ચૂંટણીને લઈને રાજકોટના અલગ અલગ કામોની દરખાસ્તો પેન્ડિંગ હતી જે આજે પ્રથમ જ દરખાસ્તમાં મંજૂર કરવામાં આવી છે. જ્યારે રામવન (Ram Van)નું સંચાલન પણ કોર્પોરેશન જ કરશે તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
આ પણ વાંચો દેવાયત ખવડની ધરપકડ ન કરવા મુદ્દે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ
આધાર કાર્ડની 14 નવી કીટ ખરીદી થશે સ્ટેન્ડિંગ કમિટી (Rajkot Corporation Standing Committee Meeting ) ચેરમેન પુષ્કર પટેલે વધુમાં કહ્યું હતું કે સોલીડ વેસ્ટ શાખા પ્રોજેકટ માટે એનઆઇસીએસઆઇ એજન્સીને માટે 35.11 લાખ મંજૂર કરાયા છે. આધાર કેન્દ્રો માટે 17.36 લાખના ખર્ચે નવી 14 કીટ ખરીદવામાં આવશે. જયારે સામાકાંઠે વોર્ડ નં.6માં નવી લાયબ્રેરી માટે રૂા.15.22 લાખના ખર્ચે કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવા મંજૂર કરાયું છે. તા.22-10ના રોજ યોજાયેલી આતશબાજીનો 9.43 લાખ અને વંદે વિકાસ યાત્રાનો 2.12 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. આમ એકંદરે આજની બેઠકમાં 1.14 કરોડના કામો ફટાફટ મંજૂર કરાયા હતાં.