ETV Bharat / state

Rajkot Corporation: રાજકોટના 32માં મનપા કમિશનર તરીકે આનંદ પટેલે ચાર્જ સંભાળ્યો - rajkot corporation new commissioner takes charges

રાજકોટના 32માં મનપા કમિશનર તરીકે આનંદ પટેલે ચાર્જ સંભાળ્યો છે. થોડા દિવસો પહેલા આઇપીએસ અને આઈએએસની બદલી કરવામાં આવી હતી. જેમાં પહેલા રાજકોટના જે કમિશનર હતા તેમની બદલી કચ્છમાં કરી દેવામાં આવી છે.

રાજકોટના 32માં મનપા કમિશનર તરીકે આનંદ પટેલે ચાર્જ સંભાળ્યો

author img

By

Published : Apr 6, 2023, 12:57 PM IST

રાજકોટના 32માં મનપા કમિશનર તરીકે આનંદ પટેલે ચાર્જ સંભાળ્યો

રાજકોટ: થોડા દિવસ પહેલા સરકારએ આઇપીએસ અને આઈએએસની બદલી કરી છે. જેમાં ખાસ કરીને રાજકોટમાં પણ જિલ્લા કલેકટર અને મનમાં કમિશનર સહિતના અધિકારીઓની બદલી થઈ છે. એવામાં રાજકોટના 32માં મનપા કમિશનર તરીકે આનંદ પટેલે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.

નિરાકરણ લાવશે: રાજકોટના પૂર્વ કમિશનર અમિત અરોરાની કચ્છ ભુજના જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. જેને લઇને આજે કોર્પોરેશન ખાતે રાજકોટ બદલી પામેલા આનંદ પટેલ આવી પહોંચ્યા હતા. જેમને અમિત અરોરાએ ચાર્જ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આનંદ પટેલ આગામી દિવસોમાં રાજકોટમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ કરશે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. તેમ મીડિયાને જણાવ્યું હતું.

આ પણ વાંચો Rajkot Airport Security : રાજકોટ એરપોર્ટ રનવે પર રિક્ષા ઘુસી જવાનો મામલો, દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચી

મહત્વનું શહેર રાજકોટ:આ અંગે રાજકોટના નવનિયુક્ત કમિશનર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું સૌથી મહત્વનું શહેર છે. જેને લઇને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પોતાના સપના લઈને રાજકોટ શહેરમાં આવતા હોય છે. આપણે રાજકોટ શહેરની સતત પ્રગતિ અને તેનો વિકાસ જોયો છે. એવામાં મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ચૂંટાયેલી પદાઅધિકારીઓની અને તંત્રના અધિકારીઓની ટીમ વર્ક સાથે કામગીરી કરતી સંસ્થા હોય છે. જેને લઇને આગામી દિવસોમાં અમે સમગ્ર ટીમને સાથે રાખીને શહેરીજનોના વિવિધ નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. આ સાથે જ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટ અને મહાનગરપાલિકાના પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થાય અને તેમજ લોકોને તેનો વહેલી તકે લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Rajkot News : ક્વાર્ટરમાં ગેરકાયદેસર બે દુકાનો બનાવીને ભાડે આપનાર શખ્સની ધરપકડ

પીવાના પાણીનો પ્રશ્ન:આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં જરૂર હશે. ત્યાં સ્થળ વિઝીટ પણ કરવામાં આવશે. રાજકોટનો બને એટલો વિકાસ થાય તેવા પ્રયત્નો સૌને સાથે રાખીને કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌથી મોટી સમસ્યા ઉનાળા દરમિયાન પીવાના પાણી છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કામ પણ ચાલુ છે. રાજકોટની આજી રિવરફ્રન્ટનું કામ પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે. એવામાં કમિશનરની બદલી થતાં હવે આ પ્રોજેક્ટ ઉપર રાજકોટના નવા કમિશનર આનંદ પટેલ કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.