રાજકોટઃ રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે સતત બીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. જોકે, આ બજેટમાં કોઈ પણ પ્રકારના નવા કરવેરા નાખવામાં આવ્યા નથી. તેવામાં મોટા ભાગના ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને બજેટમાં અલગઅલગ જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઑફ કૉમર્સ ઈન્ડસ્ટ્રીઝ અને રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સે આ બજેટને આવકાર્યું હતું. તેમ જ આ મામલે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી.
આ પણ વાંચોઃ Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન
સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખે બજેટને અવકાર્યુંઃ ગુજરાત સરકારના બજેટને લઈને સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ નલીન ઝવેરી ETV Bharatને જણાવ્યું હતું કે, સરકારે રજૂ કરેલું બજેટ રજૂ કર્યું હતું. જ્યારે આ બજેટને લઈને હું મારા વતી અને મારી ચેમ્બર વતી સરકારને અભિનંદન પાઠવું છું. આ બજેટમાં ખાસ કરીને MSME એટલે કે નાના અને લઘુ ઉદ્યોગો માટે રૂપિયા 9,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે ખૂબ જ આવકારદાયક છે. જ્યારે આ બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે તે ઉદ્યોગકારો સુધી પહોંચે અને ઉદ્યોગકારોને તેનો લાભ મળે તે ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ Gujarat budget 2022-23: વર્ષ 2022-23 દરમિયાન સરકારની આવક અને જાવકનો અંદાજો
MSME ઉદ્યોગોને બુસ્ટ મળશે: રાજકોટ ચેમ્બરઃ બજેટને અંગે રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે ETV Bharatને જણાવ્યું હતું કે, સરકારના કરવેરા રહિતના બજેટને રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સ આવકારે છે. જ્યારે આ બજેટમાં સરકાર દ્વારા ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને રૂપિયા 1,500 કરોડ જેવી જંગી રકમ ફાળવાઈ છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને એમાં પણ રાજકોટ તે MSMEનું હબ છે, જેનો સીધો ફાયદો રાજકોટ અને સૌરાષ્ટ્રની થશે તેનો મને વિશ્વાસ છે. આ બજેટને સર્વાંગી વિકાસલક્ષી બજેટે પણ કહી શકાય. કારણ કે. આ બજેટમાં ગામડાની પણ વિકાસની વાત છે. જ્યારે હેલ્થની પણ વાત છે અને એજ્યુકેશન માટે પણ રકમ ફાળવાય છે.