- રાજકોટ ભાજપનું સંગઠન માળખું જાહેર
- રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી
- નેતાઓ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા
રાજકોટઃ રાજ્યમાં આગામી દિવસોમા વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેમાં રાજકોટ મહાનગરનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ રાજકોટ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કર્યું હતું. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા.
નેતાઓ ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનની જાહેરાત થતા શહેરના કરણપરા ખાતે કરવામાં આવેલા શહેર ભાજપના કાર્યાલય ખાતે નેતાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. તેમજ નામની જાહેરાત થતા ઉજવણીમાં લાગી ગયા હતા. જે દરમિયાન ભાજપના નેતાઓ કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા હોવાનું સામે આવ્યું હતું. ભાજપના નેતાઓ એટલા ઉજવણી મસ્ત જોવા મળ્યા હતા કેટલાકે તો માત્ર મોં પર રાખવા માટે જ માસ્ક પહેર્યું હોય તેવું જણાઇ રહ્યું હતું.
ભાજપ કાર્યલય ખાતે એકબીજાનું મોં મીઠૂં કરાવ્યું
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ રાજકોટ ભાજપમાં ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ સહિત 22ના નામ જાહેરાત કરી છે. જેમાં મોટાભાગના ચહેરાઓ જૂના જ રાખવામાં આવ્યા છે. ત્યારે ભાજપ સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મીઠાઈ લઈને કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને એકબીજાના મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.