સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં લોકોના રંગમાં ભંગ કરતી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે તાપમાનમાં સતત વધારો થવાથી લોકો પણ કંટાળી ગયા છે. આ ઉપરાંત સ્વાસ્થય પર પણ અસર જોવા મળે છે.
રાજકોટની મધ્યમાં આવેલ ત્રિકોણબાગ ખાતે 45.82 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તેથી તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ શરુ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે લોકો વરસા રાણીના આગમનની અને ઉનાળાના વિદાયની રાહ જોઇ રહ્યા છે.