ETV Bharat / state

Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા તે તેના રસોયા સહિત 75 લોકોની ટીમ રાજકોટ આવી જશે - ધીરેન્દ્ર શાસ્ત્રીના રસોયા

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને 30 કરતા વધુ સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ તેમની 75 લોકોની ટીમ અને રસોયા રાજકોટ આવી જશે.

Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા તે તેના રસોયા સહિત 75 લોકોની ટીમ રાજકોટ આવી જશે

author img

By

Published : May 20, 2023, 3:49 PM IST

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને તૈયારીઓ તડામાર

રાજકોટ : રાજકોટમાં તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે આ દિવ્ય દરબારને લઈને રાજકોટમાં બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. જ્યારે રાજકોટના લોક દરબારમાં આવનાર લોકો મોટી સંખ્યામાં અહીંયા પૂછપરછ માટે આવી રહ્યા છે. એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શનનો લાભ લેવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 75 હજારથી 1 લાખ લોકો અહીંયા આવી પહોંચે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેના મેનેજમેન્ટ માટે બાગેશ્વર ધામ કમિટી દ્વારા 30 કરતા વધુ અલગ અલગ કરતાં સમિતિની રચના કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

બાગેશ્વર ધામનું કાર્યાલય રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યારે બાગેશ્વર ધામ સેવા સમિતિના જેટલા પણ કાર્યકરો છે અને વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલી છે. તેમનું સંકલન હવે આજથી ચાલુ થઈ જશે. તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના જે પણ ભક્તો અહીંયા કંઈ પણ પૂછપરછ માટે આવશે તો કાર્યાલય તરફથી તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. હાલમાં કાર્યાલય ખાતે મોટા ભાગે ભક્તો દર્શન અમને કેવી રીતે થશે અને કાર્યક્રમો આયોજન કેવી રીતે છે તેની પૂછપરછ માટે આવી રહ્યા છે. - યોગિન છણિયાર (બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય)

અગાઉ 75 લોકોની ટીમ બાગેશ્વર ધામથી આવશે : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ તારીખ 1 અને 2 જુનના છે, પરંતુ તેઓ 31 એપ્રિલના રોજ સાંજના સમયે રાજકોટ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ તેમની 75 લોકોની ટીમ રાજકોટ આવી જશે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના રસોયા સાથે જ લઈને આવશે એટલે કે તેઓ બહારનું કંઈ આરોગતા નથી. જેના માટે રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા આ તમામ લોકોને રહેવાની વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં કયા સ્થળે રોકાશે તે સામે આવ્યું નથી, પરંતુ જ્યાં વિશાળ પાર્કિંગ થઈ શકે અને મોટા પ્રમાણમાં લોકો તેમને મળવા આવે, ત્યારે ભીડ એકઠી ન થાય તેવી જગ્યા બાગેશ્વર ધામ સમિતિ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

100 ફૂટ લાંબુ અને 8 ફૂટ ઊંચું સ્ટેજ : ધીરેન્દ્ર શાસ્ત્રી માટે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 100 ફૂટ લાંબુ અને 8 ફૂટ ઊંચું વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યારે દિવ્ય દરબારમાં અંદાજિત 75 હજારથી એક લાખ લોકો ઉમટી પડશે. ત્યારે તેમના માટે પણ ગ્રાઉન્ડમાં અસુવિધા ન સર્જાય તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. જ્યારે કાર્યક્રમ સ્થળે ખુલ્લું ગ્રાઉન્ડ રાખવામાં આવશે અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોને પાણી, છાસ તેમજ ફૂટ પેકેટનું નિશુલ્ક વિતરણ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. જેના માટેની તૈયારીઓ પણ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટમાં શોભાયાત્રા : ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં પ્રથમ વખત આવી રહ્યા છે. ત્યારે રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. તેવામાં આ કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે. આ સાથે જ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શોભા યાત્રા યોજાય તે પ્રકારની તૈયારીઓ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ માટેની મંજૂરી પોલીસ પાસે માંગવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવશે. તો રાજકોટમાં આગામી દિવસોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય દરબાર પહેલા શોભાયાત્રા યોજાઈ તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ માનવામાં આવી રહી છે.

Bageshwar Dham : બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વિરોધનો સૂર, હિન્દુ રાષ્ટ્રની વાત બંધારણ વિરોધી કહેતાં સનાતન સંત સમિતિ અધ્યક્ષ

Bageshwar Dham : શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પલટવાર કરતાં સંગીતા પાટીલ, બાગેશ્વર ધામ કાર્યક્રમને લઇ વિવાદ

Dhirendra Shastri : સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને વિવાદ, દરબાર રદ કરવાની અરજી કલેકટરને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.