રાજકોટ : શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 1 અને 2 જૂને સાંજના સમયે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. એવામાં બાબાનો દરબાર ગુજરાતમાં યોજાયેલ તે પહેલાં જે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આ મામલે રાજકોટ જિલ્લા કલેકટરને વિજ્ઞાન-જાથા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાગેશ્વર બાબા સમાજમાં અંધશ્રદ્ધાનું ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોને સાજા કરવાનું દાવો કરી રહ્યા છે. તે યોગ્ય નથી માટે આ મામલે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ અને રાજકોટમાં યોજાનાર તેમના કાર્યક્રમની મંજૂરી આપવી ન જોઈએ.
રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જેઓ પોતાના દિવ્ય દરબારમાં અવૈજ્ઞાનિક તેમજ લોકોને ગુમરાહ કરવાના અને ભ્રમ ફેલાવવાનું તેમજ લોકોની ભાવના સાથે ખીલવાડ કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે આ બાબા કોઈપણ લાયસન્સ ન હોવા છતાં લોકોની મેડિકલ સારવાર કરી રહ્યા છે. જેને પાબંધી આપવી અને તેમના કાર્યક્રમની મંજૂરી રદ કરવી જોઈએ. આ સાથે જ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની આડમાં હિન્દુ રાષ્ટ્રની જાહેરાત કરે છે. જે ગેર બંધારણીય છે અને બંધારણનું વિરુદ્ધ છે. આવા કોઈપણ તત્વો હોય તેને જેલની પાછળ ધકેલી દેવાની વિજ્ઞાન જાથાની સ્પષ્ટ માંગણી છે. - જયંત પંડ્યા (વિજ્ઞાન જાથાના ચેરમેન)
વિજ્ઞાન જાથા આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે : આ મામલે આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવાના છીએ. જેમાં જે દિવસે બાબાનો દિવ્ય દરબાર હશે. તે દિવ્ય દરબારની અંદર અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપશું કે, આ દિવ્ય દરબારની અંદર અમારા 50 માણસો છે. તેના નામ કહી દો તેમજ આ 50 વ્યક્તિઓના પાકીટની અંદર શું છે અને તેમજ રૂપિયાની નોટોમાં નંબર શું છે. તેમજ તેમાં તેના પાનકાર્ડના નંબર શું છે. આ પ્રકારની અમે ચેલેન્જ કરશું. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના માત્ર ફેસ રીડિંગના કારણે ગુમરાહ કરવાનું કામ કરે છે જે મામલે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
વિજ્ઞાન જાથા જે બોલે છે તે કરે : કરણી સેના મામલે જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન 32 વર્ષથી કામ કરે છે અને વિજ્ઞાન જાથા જે બોલે છે તે કરે છે. વિજ્ઞાન સામે કોઈપણ સંગઠન હોય પરંતુ તે કાર્ય કરે છે. જ્યારે વિજ્ઞાન જાથા સામે કોઈપણ ડર કે ભય જેવો શબ્દ છે જ નહી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક પરિવાર દ્વારા બાગેશ્વર બાબા પર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ પીડિત પરિવારની પણ વિજ્ઞાન જાતાના ચેરમેન દ્વારા મુલાકાત લેવામાં આવશે.
Dhirendra Shastri : લ્યો બોલો, ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપનાર બેંકના CEOને ફોન પર મળી ધમકી
Dhirendra Shastri : ભાજપના નેતાઓ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર-રોડ શોના આયોજનમાં લાગ્યા