રાજકોટ : મુખ્પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ એઈમ્સની મુલાકાત લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા હાથ ધરી હતી. રાજકોટ એઇમ્સ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમને એઇમ્સના તમામ ઘટકો સંદર્ભે થયેલ કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતાં અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન : એઈમ્સ એ રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા હોવાથી શહેરમાંથી વિવિધ રસ્તે એઈમ્સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ કરવા પણ મુખ્યપ્રધાને અધિકારીઓને તાકીદ કરી હતી. જ્યારે બેઠકમાં મુખ્યપ્રધાને આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો તેના નિવારણ અર્થે અંગત રીતે પોતાનું ધ્યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.
આરોગ્ય કેમ્પનું આયોજન : એઈમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે આવા વધુને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા તેમણે બેઠકમાં ભાર મુકયો હતો. તેમજ દર 15 દિવસે એઈમ્સની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા સૂચન કર્યું હતું.
આ તકે મુખ્યપ્રધાને માહિતી આપતાં જણાવ્યું હતું કે એઇમ્સ માટેની અંદાજે 200 એકરથી વધુ પૈકીની 90 ટકા જમીન સરકારી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન મહદ અંશે નિવારી શકાયો છે...પ્રભવ જોષી ( કલેકટર )
રાજકોટ એઇમ્સ સંકુલ સુવિધા : આ બેઠકમાં એઈમ્સની તાજેતરની પ્રગતિ હેઠળની કામગીરી જેમકે ઇમારતો, ફર્નિચર, તબીબી ઉપકરણો, ઇ-સંજીવની સેવા, વિવિધ ફેકલ્ટી, ગુજરાત ગેસ, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી રાજકોટ એઇમ્સ સંકુલમાં થયેલા વૃક્ષારોપણ, કેન્ટીન, એ.ટી.એમ., જનૌષધિ સ્ટોર, હોસ્પિટલ બ્લોક, રેસિડેન્સીયલ બ્લોક, ગેસ્ટ હાઉસ, ડાયરેક્ટર બંગલોઝ, નર્સિંગ બિલ્ડીંગ, આયુષ બિલ્ડિંગ, ડાઇનિંગ હોલ, એર કન્ડિશનિંગ-ગ્રીડ-પાવર સબ સ્ટેશન્સ,એમ્બ્યુલન્સની સવલત વગેરે વિષે આ બેઠકમાં સવિસ્તર ચર્ચા કરાઇ હતી.
- CM Bhupendra Patel : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું
- CM Bhupendra Patel visited AIIMS : સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ એઇમ્સ મુલાકાતે, ટૂંક સમયમાં પીએમ મોદી દ્વારા લોકાર્પણની તૈયારીઓ?
- Gujarat Cabinet meeting : આવતીકાલે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે