ETV Bharat / state

Rajkot Agriculture : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવકના શ્રીગણેશ, 20 કિલોના ભાવ કેટલા? - Garlic

સૌરાષ્ટ્રના અગ્રિમ ગણાતા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થઈ હતી. આ નવા લસણના રૂપિયા 3051 પ્રતિ 20 કિલોના બોલાયા હતા. જાણો વિગતો.

Rajkot Agriculture : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવકના શ્રીગણેશ, 20 કિલોના ભાવ કેટલા?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 9:27 PM IST

20 કિલોના 3051 રૂપિયા

રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ કટા એટલે કે 120 કિલો નવું લસણ આવ્યું છે. નવા લસણના મુહૂર્તના ભાવ 20 કિલોના રૂ. 3051 બોલાયા છે. વિસાવદર તાલુકાના લીમધરા ગીર ગામના ખેડૂત રાહુલભાઈ ભંડેરી નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા. સતાધાર કોર્પોરેશનના પીયૂષભાઈ બાબરીયા અને હાર્દિકભાઈ સદાદીયાએ નવા લસણની ખરીદી કરી છે. મુહૂર્તના સોદો કરી ખેડૂતો અને વેપારીઓને મોં મીઠાં કરાવવામાં આવ્યા હતાં. નવા લસણની આવક શરૂ થઈ જતા ખેડૂતો અને વેપારીએ રાહતનો શ્વાસ લીધો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં દેશભરમાંથી વેપારી લસણ ખરીદવા માટે આવે છે.

લસણના ભાવ : ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, યાર્ડમાં આજે નવા લસણની ત્રણ ગુણની આવક થઈ છે. ખેડૂતને એક મણ નવા લસણના રૂ.3100 પ્રારંભિક ભાવ મળી રહ્યા છે. જ્યારે જુના લસણનો ભાવ પ્રતિ મણનો રૂ.1800 થી રૂ.3400 સુધી આવે છે. દેશભરમાંથી વેપારીઓ લસણ ખરીદવા માટે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં આવે છે. તેથી સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ સારા મળે છે.

ટ્રાન્સપોર્ટ હડતાળની અસર : વર્તમાન સમયમાં ટ્રાન્સપોર્ટ હડતાળની અસર ગોંડલ યાર્ડમાં જોવા મળી છે. ગોંડલ યાર્ડમાં કપાસ, મરચા અને તલીની આવક બંધ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરોના હડતાળને કારણે માર્કેટિંગ યાર્ડમાં જણસીનો ભરાવો થઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે ટ્રકના ટાયર થંભી જતા ત્રણ જેટલી જણસીની આવક બંધ કરવામાં આવી છે. ટ્રકોના પૈડા થંભી જતા યાર્ડની બંને બાજુ છથી સાત કિલોમીટર વાહનોની લાઈન હતી. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ટ્રક હડતાળના કારણે મરચા, કપાસ અને તલીની હરાજી ચાલુ કરવામાં આવી જ નથી. માર્કેટ યાર્ડમાં જણસી ઉતારવા માટે જગ્યા ન હોવાથી હરાજી બંધ કરવામાં આવી છે.

  1. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમણી આવક નોંધાઇ
  2. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી કાળા તલની ચોરી કરનારા સાળો-બનેવી ગણતરીની કલાકોમાં ઝડપાયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.