ETV Bharat / state

Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ - Jasdan Agriculture Division Officer Attack

રાજકોટના જસદણમાં વિસ્તરણ અધિકારી પર હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે બનેલા આ બનાવમાં ત્રણ શખ્સે માર માર્યોની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. લાયસન્સ રીન્યુ કરવા માટે અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ

author img

By

Published : May 3, 2023, 10:28 PM IST

જસદણમાં વિસ્તરણ અધિકારી પર હુમલો થતાં સનસનાટી મચી

રાજકોટ : જસદણ તાલુકા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા હસમુખ બાવળિયા સવારે 11 વાગ્યા આસપાસ ઓફિસમાં હતા. આ સમયે પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુકાંત પટેલ અને તેમની સાથે બે અન્ય લોકો હસમુખ બાવળિયા પાસે આવેલા હતા. મધુકાંત પટેલને પાક રક્ષણ માટે લાયસન્સવાળું હથિયાર રીન્યુ કરવા તેમણે અગાઉ વિસ્તરણ અધિકારી સમક્ષ અભિપ્રાય માટે અરજી કરી હતી. આ બાબતમાં મધુકાંત પટેલે આ અભિપ્રાય તત્કાળ આપવા વિસ્તરણ અધિકારી પર દબાણ કરેલું હતું. જે બાબતની બબાલમાં મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શું હતો સમગ્ર મામલો : આ બાબતમાં વિસ્તરણ અધિકારીએ તેમને કહેલું કે, લાયસન્સ રીન્યુ કરવા માટે તેની કમિટી બેસે પછી અભિપ્રાય મળે તેમજ હમણાં તલાટીની પરીક્ષા છે. જેથી તેની કામગીરીમાં રોકાયેલા છે. વિસ્તરણ અધિકારીની આ વાત સાંભળીને મધુકાંત પટેલ ઉશ્કેરાઈ જતાં હુમલો કર્યો હતો. મધુકાંત પટેલ અને તેમની સાથે રહેલા બીજા બે શખ્સે પાઇપ વડે હુમલો કરી માર મારતા હસમુખ બાવળિયાને ઇજાગ્રસ્ત હાલતમાં પહેલા જસદણ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતા જસદણ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ વિસ્તરણ અધિકારીનું નિવેદન લઇ ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ કરી હતી.

આ પણ વાંચો : Navsari Crime: નિવૃત્ત ASIના પુત્ર પર જીવલેણ હુમલો, સારવાર મળે એ પહેલા જ શ્વાસ બંધ

પોલીસ કર્યો ગુનો દાખલ : આ બનાવમાં ઇજાગ્રસ્ત હસમુખ બાવળિયા જસદણ પોલીસ મથકમાં મધુકાંત પટેલ તેમજ અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આ મામલે પોલીસ આઇ.પી.સી. કલમ 186, 332, 504, 114 તેમજ જી.પી. એકટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ સાથે જસદણ પોલીસ મથકમાં વિસ્તરણ અધિકારી હસમુખ બાવળિયા સામે આઇપીસી કલમ 324, 504, તથા જી.પી. એકટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : દારૂના અડ્ડાની ફરિયાદ કરનાર વેપારી પર બુટલેગરે કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ

હુમલો કરીને ફરજ રુકાવટ કરી : જસદણમાં બનેલા આ બનાવને લઈને વિતરણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ પોતાની ઓફિસની અંદર કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આ શખ્સો ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને તેમના પર હુમલો કરી ઇજા પહોંચાડી અને ફરજ રૂકાવટ કરી હતી તેવું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જ્યારે સામે પણ આ વિસ્તરણ અધિકારી પર પૈસા માંગવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ગાળા ગાળી કરવામાં આવી હોવાની વાત પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવી છે. હાલ આ બંને પોલીસ ફરિયાદને લઈને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.