ETV Bharat / state

Rajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયો - Adulterated mango juice seized in Malaviyanagar

રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં એક દુકાનમાં ભેળસેળ યુક્ત 220 કિલોગ્રામ કેરીનો રસ ઝડપાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં તંત્રએ કલર, એસેન્સ વાળા રસનો કબજો કરીને ટેસ્ટીંગ માટે લેબોરેટરી ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાય છે.

Rajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયો
Rajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયોRajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયો
author img

By

Published : Apr 25, 2023, 7:08 PM IST

રાજકોટમાંથી ભેળસેળ યુક્ત 220 કિલોગ્રામ કેરીનો રસ ઝડપાયો

રાજકોટ : હાલ ઉનાળાની સિઝનમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેરીના રસ વહેંચાઈ રહ્યા છે. ત્યારે આ કેરીના રસમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલા અંબાજી કડવા પ્લોટ ખાતે કેરીના રસને લઈને સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં અંદાજે 220 કિલોગ્રામ જેટલો ભેળસેળ યુક્ત કેરીનો રસ માત્ર એક જ દુકાનમાંથી મળી આવ્યો હતો. જેનો ફૂડ વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. તેમજ તેના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી હતી. ઉનાળાને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેરીના રસનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ કેરીના રસમાં ભેળસેળ હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેને લઈને શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : Kesar Mango Auction : સોમનાથના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીની અદા જોઈને ખેડૂતો થયા આકર્ષિત

220 કિલોગ્રામ ભેળસેળ કેરીનો રસ ઝડપાયો : આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી એવા ડો. હાર્દિક મહેતાએ જણાવ્યું હતું કે આજે શહેરના અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલા રાજ સીઝન સ્ટોરમાં કેરીના રસનું વેચાણ થઈ રહ્યું હતું. જેનું ચેકિંગ કરતા સામે આવ્યું છે કે, આ વેપારી દ્વારા કેરીના રસને વધુ સારો દેખાડવા માટે તેમાં અલગ અલગ પ્રતિબંધિત વસ્તુઓ ભેળવી રહ્યા છે. જ્યારે કલર, એસેન્સ સહિતની વસ્તુઓનો ઉપયોગ આ કેરીના રસમાં કરવામાં આવી રહ્યો હતો. જેને લઇને ફૂડ વિભાગ દ્વારા 220 kg જેટલો કેરીનો રસ અહીંથી કબજે કરવામાં આવ્યો છે અને નાશ કરવામાં આવશે. જ્યારે તેને વધુ ટેસ્ટિંગ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવનાર છે.

ભેળસેળ યુક્ત કેરીનો રસ
ભેળસેળ યુક્ત કેરીનો રસ

આ પણ વાંચો : Gujarat Mango : કેરીનો રસ પીવાથી ફાયદો શું? જાણો આયુર્વેદાચાર્ય પાસેથી કેરીનું પથ્યાપથ્ય

ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા : હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં બજારમાં હજુ કેરી ધીમે ધીમે આવી રહી છે, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેરીના રસ વેચાઈ રહ્યા છે. ત્યારે આ રસમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ પણ હવે આ મામલે એલર્ટ થયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ કેરીના રસ વેચાઈ રહ્યા છે, ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ભેળસેળ યુક્ત કેરીના રસને કબજે કરવામાં આવી રહ્યા છે. ત્યારે વેપારીઓ નજીવો નફો કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા ની ઘટના રાજકોટમાં પ્રકાશમાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.