રાજકોટ: લોકડાઉનના કારણે લીલો ઘાસચારો ખૂબજ મોંઘો થઇ ગયો છે કે, પશુપાલકોમાં પણ મુશ્કેલીમાં મૂકાયા છે અને ગૌ શાળા ઓને પણ લાંબા હાથ કરવા પડ્યા છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે.
ત્યારે આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવ દયાનું ઉત્તમ કાર્ય કરીને દાખલારૂપ બન્યા છે.તેમણે આઠ વીઘા લીલોતરી મકાઈ પશુઓ માટે દાનમાં આપી છે.
ધીરુભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને એટલું જણાવવાનું કે દરેક પશુ-પક્ષીઓને તેના ખેતરમાં બે શાહ જેટલું વાવેતર કરવું જોઈએ. જેથી દર વર્ષે પશુ પક્ષીનો ભાગ પણ કાઢવો જોઈએ. જેથી આવા કુદરતી તાંડવ ન થાય આપણા ઘરડા પણ ખેતરમાં વાવતા પણ આ બધું બંધ કરી દેતાં આવી કુદરતી આફત ના આવે મારે દરેક ખેડૂતને અપીલ છે કે થોડો ભાગ પણ આપણે પશુઓ પક્ષીઓ દાન કરવું જોઈએ.